બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા લોકો માટે આ ફળ છે વરદાનરૂપ- મળશે છુટકારો

170
Published on: 10:21 am, Wed, 20 October 21

આજના ભાગ-દોડવાળા જીવનમાં મોટાભાગના લોકોને કોઈને કોઈ બીમારી હોય જ છે ત્યારે આવા સમયે યોગ્ય ડાયટનો અભાવ તેમજ ખરાબ લાઇફસ્ટાઇલ અનુસરવાથી કેટલાક લોકોને હાઇ બીપી અથવા તો હાઇપરટેન્શન જેવી સમસ્યાઓ થતી હોય છે. આ હાઇ બીપીની સમસ્યા શરીરમાં અન્ય અનેક સમસ્યાઓને આમંત્રણ આપે છે.

કેટલાક સંશોધનોમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ખાણી-પીણીની આદતોમાં સુધાર કરવાથી તમે શરીરની અનેકવિધ સમસ્યાઓથી બચી શકો છો. ગટ બેક્ટેરિયા તેમજ ફ્લેવોનોઇડથી ભરપૂર ફૂડ્સનું સેવન હાઇ બીપીની સમસ્યામાં ખૂબ ફાયદાકારક નીવડે છે. આની માટે નીચે જણાવેલ વસ્તુઓનું નિયમિત સેવન કરી શકો છો.

દરરોજ ખાઓ સફરજન:
સફરજન મોટાભાગના લોકોનું મનપસંદ ફળ રહેલું હોય છે. કારણ કે, તેમાં પ્રચૂર પ્રમાણમાં ફ્લેવોનોઇડ્સ રહેલું હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક ફળ છે આપણે જાણીએ જ છીએ તેમજ તેથી જ કહેવાયુ છે કે, દરરોજ એક સફરજનનું સેવન કરવાથી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. જો કે, સફરજન યોગ્ય માત્રામાં ખાવા જોઇએ. જેમાંથી ક્લાસ ફ્લેવોનોલ્સ, ફ્લેવોન અને ફ્લેવનોલ્સ મળી રહે છે.

ફાયદાકારક છે સંતરાનું સેવન:
કેટલાક જાણતા હોય છે કે, દરરોજ સંતરાનું સેવન કરવાથી અનેકવિધ પ્રકારની શારિરીક સમસ્યાથી દૂર રહી શકાય છે. ફક્ત 100 ગ્રામ સંતરામાં અંદાજે 19.6 mg ફ્લેવોનોઇડ્સ એગ્લિકોન રહેલા હોય છે. નિયમિત તાજા સંતરાનું સેવન કરવાથી તમને હ્યદય સંબંધિત બીમારીથી દૂર રાખી શકે છે. એમાં રહેલ ફ્લોવોનોઇડ હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.

ડુંગળી:
આની સાથે-સાથે દરરોજ ડુંગળીનું સેવન કરવાથી પણ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આમાં ખુબ સારી ક્વોન્ટિટીમાં ફ્લેવોનોઇડ્સની સાથોસાથ એંથોસાયનિન તથા ક્વેરસેટિન જવા ફ્લેવોનોલ્સ પણ રહેલા હોય છે.

કેલ:
કેલમાં પણ આપને ભરપૂર પ્રમાણમાં ફ્લેવોનોઇડ્સ મળી રહેશે કે, જે સ્વાસ્થ્ય માટે તેનું સેવન ખૂબ ફાયદાકારક હોવાનું મનાય છે. આ પાંદડાવાળી સબ્જી ફ્લેવોનોઇડ્સની સાથોસાથ બધા જ મિનરલ્સનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. તમે હાઇ બ્લડ પ્રેશર તથા હાર્ટ સંબંધિત સમસ્યામાં તેનું સેવન કરી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…