
ઓસીડા રાજ્યના કાલાહંડી જિલ્લાનું કાતેનપાદર ગામમાં, 1980 ના દાયકામાં આ ગામમાં ભૂખમરા અને મૃત્યુ માટે પ્રખ્યાત હતું પરંતુ આજે આ ગામની દશા જ ફરી ગઈ છે. આજે આ ગામ ‘મશરૂમ’ ની ખેતી કરીને જિલ્લાનું ‘મોડેલ ગામ’ બની ગયું છે, સાથે સાથે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે.
હકીકતમાં, જિલ્લાના મોડેલ ગામની વાત ત્યારે શરૂ થઈ હતી જ્યારે કટેનપાદર ગામની 45 વર્ષીય મહિલા બંદી માનક્ષીએ 2007-08માં મશરૂમની ખેતીની શરૂઆત કરી હતી. અગાઉ તેણે નાબાર્ડ કેમ્પમાં તાલીમ લીધી અને પછી તેના પરિવારની આર્થિક સ્થિતિ બદલવા માટે ડાંગરના સ્ટ્રો સાથે મશરૂમની ખેતીની શરૂઆત કરી.
ગામના મોટાભાગના લોકો અગાઉ આજીવિકા માટે જંગલ પેદાશો પર નિર્ભર હતા, પરંતુ થોડા દિવસો પછી તેઓ પણ માનક્ષીના માર્ગ પર ચાલવા લાગ્યા. ગ્રામજનોને આ કામથી સારી એવી આર્થિક રાહત મળી હતી અને ત્યારબાદ, તેઓએ માનાક્ષીને ‘મશરૂમ મા’ ના નામથી બોલાવવાનું શરૂ કર્યું. મશરૂમ માની ઇચ્છાશક્તિ અને પ્રયત્નના કારણે ગામને થોડા વર્ષોમાં ગરીબી માંથી બહાર આવવામાં મદદ કરી.
બંદેઇના પરિવારમાં પતિ અને તેમના ચાર બાળકો છે. તે એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેમને બે એકર જેટલી સરકારી જમીન પણ મળી હતી, આ જમીન બાજરીની ખેતી માટે જ યોગ્ય હતી. વર્ષો પહેલા અન્ય ગ્રામજનોની જેમ તેમનો પરિવાર પણ જંગલો પર નિર્ભર હતો અને બે સમયની રોટલી માટે મજુરી પણ કરવી પડતી હતી.હાલના સમયમા ગામના લોકો માટે એક ઉદાહરણ બની ચૂકેલી ‘મશરૂમ મા’ આજે મશરૂમની ખેતીમાંથી લાખો રૂપિયા કમાય છે.
બંદેઇ મનાક્ષીએ જણાવ્યું હતું કે, મૂળભૂત તાલીમ અને બે વર્ષની પ્રાયોગિક ખેતી બાદ, બંદેઇએ વ્યક્તિગત રીતે મશરૂમની ખેતી શરૂ કરી હતી અને ટૂંક સમયમાં તે રોલ મોડેલ બની હતી. તેણે કહ્યું કે તેણે મશરૂમની ખેતીમાં જૂનથી ઓક્ટોબર સુધી એક લાખ રૂપિયાનો નફો કર્યો છે. આ સિવાય શાકભાજી, કઠોળ અને તેલીબિયાંની ખેતીમાંથી પણ 50 થી 60 હજાર રૂપિયાની આવક થઈ હતી. તેણીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ઘણી ખરી બચત પણ કરી છે અને તેના બાળકો માટે ઘર બનાવી રહી છે.
બંદેઇએ જણાવ્યું હતું કે મશરૂમ અને શાકભાજીની ખેતીએ ગ્રામજનોનું જીવન બદલી નાખ્યું છે. ભવાનીપટના જિલ્લા મથકથી 10 કિમી દૂર કુતેનપાદર ગામ 40 આદિવાસી પરિવારો છે. બંદેઇથી પ્રેરિત થઇને, ગ્રામજનોએ હવે મશરૂમની ખેતી કરી રહ્યા છે અને દર વર્ષે આશરે 50,000 રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
બંદેઇએ જણાવ્યું કે, વર્ષ 2010 માં તેણે 500 રૂપિયાની બકરી ખરીદી હતી અને હવે પરિવાર પાસે 45 બકરીઓ છે. મારા પતિ જગબંધુ અને પુત્રી જગ્નસેની તેમને રોજ કામમાં મદદ કરે છે. એક પુત્રીના બે વર્ષ પહેલા લગ્ન થયા અને બે પુત્રો કોલેજમાં અભ્યાસ કરે છે. બંદેઇએ તેના પતિ માટે મોટરસાઇકલ પણ ખરીદી છે.
નાબાર્ડના 40 મા સ્થાપના દિવસે કાલાહંડી જિલ્લાપ્રમુખે મશરૂમની ખેતી અને મહિલા સશક્તિકરણમાં તેમના યોગદાન આપવા માટે બંદેઇ માનક્ષીને સન્માનિત કર્યા હતા. તે જ સમયે, જીલ્લાપ્રમુખે કહ્યું કે આ એક આદિવાસી મહિલાની પ્રતિબદ્ધતા અને સમર્પણની વાત છે. તે મહિલા સશક્તિકરણનું વાસ્તવિક મોડેલ છે.