જુઓ કેવી રીતે કારમાં રહેલી પાણીની બોટલના કારણે સર્જાયો દર્દનાક અકસ્માત અને રોડ થયો લોહીલુહાણ

204
Published on: 11:00 am, Thu, 9 December 21

તમને જાણીને વિશ્વાસ નહીં આવે કે, એક પાણીના કારણે દર્દનાક અકસ્માત સર્જાયો હતો અને એક એન્જિનિયરનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. તમે વિચારશો કે એક પાણીની બોટલ અકસ્માતનું કારણ કેવી રીતે બની શકે? પરંતુ આવું જ કંઈક એક્સપ્રેસ હાઈવે પર જોવા મળ્યું હતું. જો તમે પણ કારમાં પાણીની બોટલ રાખતા હોવ તો તમારા માટે લાલબત્તી સમાન ઘટના છે.

માનવું મુશ્કેલ છે કે, કારમાં રહેલી પાણીની બોટલ ના કારણે એન્જિનિયરનું કમકમાટીભર્યું મોત થયું હતું. અભિષેક નામનો યુવક તેના મિત્ર સાથે ગ્રેટર નોઇડા જતો હતો. અભિષેકને નહોતી ખબર કે આ તેની છેલ્લી મુસાફરી હશે. રોડ કિનારે ઉભેલા ટ્રક સાથે અભિષેક ની ગાડી ધડાકાભેર અથડાઈ હતી અને મૃત્યુ નો ભોગ બન્યો હતો.

ગાડી બે લોકો હાજર હતા, જેમાંથી અભિષેક નામના યુવકનું મૃત્યુ થયું હતું અને બીજો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે અકસ્માતનું કારણ ગાડીમાં રહેલી પાણીની બોટલ જણાવ્યું હતું. તમને સવાલ થાય કે, એક પાણીની બોટલ ના કારણે આટલો ગંભીર અકસ્માત કેવી રીતે સર્જાય? પરંતુ પોલીસે જણાવતા કહ્યું હતું કે, જ્યારે અભિષેક કાર ચલાવતો હતો, ત્યારે સીટ પાછળ રહેલી પાણીની બોટલ સરકીને અભિષેકના પગ પાસે આવી હતી.

અને પાણીની બોટલ બ્રેકના પેડલ નીચે જામ થઈ ગઈ હતી. આ દરમિયાન સામે ટ્રક ને જોઈ અભિષેકે બ્રેક મારવાની કોશિશ કરી પરંતુ બ્રેક ન લાગતા ધડાકાભેર કાર સિધ્ધિ ટ્રકને અથડાઈ હતી. પોલીસે કન્ફોર્મ કર્યું છે કે, કાર ચલાવનાર અભિષેકનું અકસ્માત દરમિયાન મૃત્યુ થયું છે. હવે તમે માની શકશો કે કેવી રીતે એક પાણીની બોટલના કારણે યુવકનું મોત થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…