
સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, આપણે જંક ફૂડથી દૂર રહેવું જોઈએ અને દરરોજ કસરત કરવી જોઈએ અને આ સાચું પણ છે. પરંતુ એક ફિટનેસ ટ્રેનરનો દાવો છે કે, તેણે વજન ઘટાડવા માટે કડક ડાયેટિંગ નથી કર્યું, તેના બદલે તે દરરોજ પિઝા ખાતો હતો. તમને આ વાત સાંભળવામાં અજીબ લાગશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. ફિટનેસ ટ્રેનરે તેના જૂના અને નવા ફોટા પણ શેર કર્યા છે, જેમાં તેના શરીરનો તફાવત સરળતાથી જોઈ શકાય છે.
View this post on Instagram
કોણ છે આ ફિટનેસ ટ્રેનર
LadBible અનુસાર, વજન ઘટાડવાના ફિટનેસ ટ્રેનરનું નામ રેયાન મર્સર છે, જે આયર્લેન્ડનો રહેવાસી છે. 34 વર્ષીય રેયાને દાવો કર્યો હતો કે, તેણે 30 દિવસ સુધી દિવસમાં ત્રણ વખત પિઝા ખાધા અને તેનું વજન ઘટ્યું છે.
રિયાને 30 દિવસ સુધી દરરોજ પિઝાની 10 સ્લાઈસ ખાધી અને આમ કરીને તેણે તેનું વજન લગભગ 3.4 (7.5 LBS) ઘટાડ્યું. રિયાને લોકોને બતાવવા માટે આ પડકાર લીધો કે, કેલરીની ઉણપ વિના અને તમારા મનપસંદ ખોરાકને છોડ્યા વિના વજન ઓછું કરવું શક્ય છે તે બતાવી દીધું.
View this post on Instagram
રિયાને આ માટે પોતાની ડાયટ ખૂબ સારી રીતે તૈયાર કરી હતી અને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં માત્ર પિઝા જ ખાધો હતો. તેણે એમ પણ કહ્યું કે, દરેકનું શરીર એક સરખું નથી હોતું અને દરેકના શરીરની જરૂરિયાતો પણ અલગ-અલગ હોય છે, તેથી કોઈએ મારા ડાયટને ફોલો ન કરવું જોઈએ.
કેલરીની ઉણપથી ફાયદો
રિયાને ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, ‘જ્યારે ફિટનેસ ગોલની વાત આવે છે, ત્યારે જાન્યુઆરીનો ઠંડી શિયાળાનો મહિનો દરેક માટે ખૂબ જ મુશ્કેલ હોય છે, તેથી મેં મારું ફિટનેસ લક્ષ્ય પૂર્ણ કરવા માટે જાન્યુઆરી મહિનો પસંદ કર્યો. મેં જાન્યુઆરીથી મારી વજન ઘટાડવાની જર્ની શરૂ કરી હતી. કેલરીની ઉણપમાં રહેવા માટે પિઝા બહારથી મંગાવવામાં આવતો ન હતો પરંતુ ઘરે જ તૈયાર કરવામાં આવતો હતો. કેલરીની ઉણપ હોવા છતાં, હું દિવસમાં બે પિઝા ખાઈ શકું છું. કેલરી સંતુલિત કરીને, મેં પિઝાની 10 સ્લાઈસ ખાધી પરંતુ મેં વર્કઆઉટ કરવાનું બંધ કર્યું નહીં અને શારીરિક રીતે સક્રિય રહ્યો.’
View this post on Instagram
રિયાને વધુમાં કહ્યું, ‘પિઝા ફૂડ પણ આર્થિક રહે છે. પિઝાની કિંમત દરરોજ 885.8 રૂપિયા (10 યુરો) અને નાસ્તાની કિંમત દરરોજ 266 રૂપિયા (3 યુરો) હતી. પિઝા મારો પ્રિય ખોરાક છે, તેથી મેં તેને 30 દિવસ સુધી ઉત્સાહથી ખાધું, પરંતુ મને પિઝાની વિવિધ વેરાયટી ખાવાનું ગમે છે.
રેયાને કહ્યું, ‘મેં ઘણી ગણતરી કર્યા પછી મારો આહાર તૈયાર કર્યો હતો, જેનાથી મને મારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ મળી. હું સોમવારથી શુક્રવાર સુધી 1800 થી 2100 કેલરી અને શનિવાર-રવિવારે 2700 કેલરી લેતો હતો. હું દરરોજ 140 ગ્રામ પ્રોટીન લેતો હતો અને દરરોજ 7 ફળો અને શાકભાજી પણ લેતો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…