સગા કાકીએ જ કરી ભત્રીજાની દર્દનાક હત્યા! 5 વર્ષનાં દીકરાની હત્યા થતાં માતાનું હૈયાફાટ રૂદ્દન

771
Published on: 11:53 am, Sun, 17 April 22

કળયુગમાં લોકો પોતાના સબંધો વિશે પણ વિચારતાં નથી. દેશમાં દિવસેને દિવસે અપરાધોનું પ્રમાણ વધતું જાય છે.  એવામાં રોજબરોજના એવી ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે, હાલના સમયમાં કોઈ વ્યક્તિ હત્યા કરવામાં થોડું પણ વિચારતો નથી. સરાજાહેર ક્રાઈમ થવા લાગ્યાં છે.

જાહેરમાં જ દીકરીઓના ગળા કપાવવા લાગ્યાં છે.  એવામાં હાલ એક ઘટના એવી સામે આવી છે,  જેમાં કાકીએ પોતાના જ ભત્રીજાને કરુણ મૃત્યુ આપ્યું હતું. મળતી માહિતી અનુસાર હરિયાણાના કરનાલ જીલ્લામાં આવેલ કલામપુરા ગામની છે. જ્યાં રેહતો 5 વર્ષીય જશને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

આ બાળકની હત્યા કરવામાં આરોપીઓએ એટલી બધી દરિંદગી બતાવી હતી કે જેને જોઇને લોકો રોષે ભરાયા હતા. આ બાળકનું મૃત્યુ કરનાર બીજું કોઈ નહી પણ જશની કાકી અંજલિ જ હતી. અંજલિ જશના પિતાના કાકાના દીકરા વિકાસની પત્ની હતી. અંજલિના પતી વિકાસે જ જશની લાપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જશના મૃતદેહના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં જાણવા મળ્યું હતું કે જશનું ગળું દબાવીને મૃત્યુ કરવામાં આવ્યું છે, એવામાં વિકાસ ફરિયાદને આધારે તેની જ પત્ની અંજલિની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ દિવસ સુધી પોલીસ રિમાન્ડમાં લેવામાં આવી છે. અંજલિએ પોલીસ રિમાન્ડ દરમિયાન જણાવ્યું કે જયારે જશ તેના બેડ પર ઉંધો સુયને ગેમ રમી રહ્યો હતો.

ત્યારે મેં એનું ગળું મોબાઈલના ચાર્જરથી દબાવી દીધું હતું જે પછી તેના મોઢા માંથી લોહી પણ નીકળ્યું હતું. હત્યા કર્યા બાદ જશના મૃતદેહને બેડ પર જ રાખવામાં આવ્યો અને થોડા સમય પછી મોકો જોઇને જશના મૃતદેહને બેગમાં ભરીને રાજેશની અગાસી પર નાખી દીધો હતો.

અંજલીએ પોલીસ સામે ગુણો કબૂલ કરી લીધો. આ મૃતદેહને પોલીસે જોતા જ કહી દીધું હતું કે આ બાળકની હત્યા કરવામાં આવી છે અને ફક્ત 5 દિવસમાં આ બાળકના આરોપીને પોલીસે શોધી પણ કાઢ્યા હતા પરંતુ પોલીસને હજી જશની હત્યા કરવા પાછળનું કારણ અને અંજલિ સાથે બીજું કોણ આ હત્યામાં મળેલું છે તેની કોઈ જાણ થઈ નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…