જાણો એવું તો શું થયું કે, વર્ષોથી અમેરિકામાં રહેતા પટેલ પરિવારને આવ્યો ધ્રુસકે-ધ્રુસકે રડવાનો વારો

107
Published on: 12:35 pm, Wed, 8 December 21

છેલ્લા 10-20 વર્ષોથી ભારતથી પ્રદેશ જનારા લોકોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. અમેરિકાથી લઈને દરેક મોટા દેશોમાં ગુજરાતીઓ વસવાટ કરી રહ્યા છે. આવાજ એક નડિયાદનો પરિવાર તેમના પરિવાર સાથે વર્ષોથી અમેરિકાના કોલંબસમાં સ્થાયી થયેલા હતા. આ પટેલ પરિવાર છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. હાલા પટેલ પરિવાર ને ધ્રૂસકે ધ્રૂસકે રડવા નો વારો આવ્યો છે. કારણ કે, પરિવારના મુખ્ય સભ્યની હત્યા થતાં ચારેબાજુ શોક છવાયો છે.

અત્યારે જ નહીં, પરંતુ આ પહેલા પણ વિદેશમાં રહેતા ગુજરાતી લોકો ઉપર હુમલો અને હત્યાના બનાવો બન્યા છે. મળતી માહિતી અનુસાર 45 વર્ષીય અમિત પટેલ અમેરિકાના કોલંબસમાં છેલ્લા 15 વર્ષથી વસવાટ કરી રહ્યાં હતા. ગત રાતે બેંકમાં નાણાં જમા કરાવવા જતા હતા તેરે દરમિયાન અજાણ્યા લોકોએ લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ બનાવથી પરદેશમાં રહેતા પટેલ પરિવાર પર આફત નો પહાડ તૂટી પડયો હતો. પરિવારજનોએ આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે.

અમિત પટેલ ગેસ સ્ટેશન ના માલિક હોવાનું સામે આવ્યું છે. બનાવના દિવસે અમિતભાઈ ને ત્રણ વર્ષની દીકરી નો જન્મદિવસ હતો. દીકરી ના જન્મ દિવસે જ પિતાનું અવસાન થતાં ચારે તરફ ચકચાર મચી હતી અને ભારે આક્રોશ છવાયો હતો. પરદેશમાં અવારનવાર ગુજરાતી લોકોની હત્યાઓ થતી આવી છે, પરંતુ ત્યાંની પોલીસ ટીમ દ્વારા આ અંગે કોઈ પગલા હાથ ધરવામાં આવતા નથી. હાલ ચરોતરના એન.આર.આઈ લોકો આ હત્યાઓ ઉપર અંકુશ આવે તેવી માંગ કરી રહ્યા છે.

છેલ્લા 15 વર્ષથી અમેરિકાના કોલંબસમાં હસી ખુશીથી જીવન ગુજારતો પટેલ પરિવાર આજે વિખરાઈ ગયો છે. દીકરી ના જન્મ દિવસે જ પિતાનું મોત થતાં પરિવાર માથે આફતના પહાડો તૂટી પડ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…