ભાર ઉનાળામાં ઘણા લોકો નહેરમાં કે દરિયાના પાણીમાં નાહવાની મજા લેવા જતા હોય છે. ત્યારે ડૂબી જવાના કિસ્સા પણ હાલ વધી રહ્યા છે. આ દરમિયાન, ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામના ચાર બાળકો કાળઝાળ ગરમીમાં ગામની સીમમાંથી પસાર થતી મોટી કેનાલમાં ન્હાવા માટે પડયા હતા. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બે બાળકો પાણી તણાઈ જતાં અન્ય બાળકોએ બૂમબામ કરી હતી. ત્યારે રસ્તે પસાર થતા તેમજ નજીક રહેતા લોકોએ બે બાળકોને બચાવી લીધા હતા. જયારે બે બાળકો ડૂબી જવાથી તેમના મોત નિપજયા હતા.
ગ્રામજનો દ્વારા સોમવાર સાંજ સુધી એક બાળકનો મૃતદેહ નહેરમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. જયારે બીજા બાળકનો મૃતદેહ નહી મળતાં આણંદ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ દ્વારા રતનપુરા પહોંચી જઇને કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. એક કિમી દૂરથી બીજા બાળકોનો મૃતદેહ મંગળવારે મળી આવ્યો હતો. ત્યારબાદ બાળકના મૃતદેહને પરિવારજનો સોંપવામાં આવ્યો હતો. ઉમરેઠ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે હર્ષદભાઇ સુરેશભાઇ ભોઇ અને તેના અન્ય ત્રણ મિત્રો ગરમીમાં ઠંડક મેળવવા માટે ગામની સીમમાંથી પસાર થતી મોટી નહેરમાં ન્હાવા ગયા હતા. નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળકો પાણીમાં તણાવા લાગ્યા હતા. જેથી બે બાળકો બુમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીમાં ખેંચાઇ ગયેલા બાળકોની તપાસ શરુ કરી હતી.
જેમાં મોડી સાંજે એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે બીજા બાળકોની કોઈ ભાળ મળી નહોતી. જેથી આણંદ ફાયરબ્રિગેડને ઉમરેઠ તાલુકા પંચાયતના દિપીકાબેન પટેલે આણંદ ફાયરને જાણ કરવામાં આવી હતી. જેથી મંગળવારે સવારે આણંદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…