
દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવો છે!’ આ જ માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા તો ધંધાર્થે ગયા છે. સાથોસાથ ઘણા માતાપિતા માને છે કે, દરેકે અહીંયા જ રહેવું જોઈએ. પરંતુ હાલ કેનેડામાં રહેતા એક ગુજરાતી યુવક સાથે એવી ઘટના સર્જાઈ હતી કે, માતા-પિતાને રડવાનો વારો આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, કેનેડામાં રહેતા વડોદરાના 23 વર્ષીય યુવકનું દર્દનાક મૃત્યુ થયું હતું. વડોદરાના યુવક અભ્યાસ પૂરો કરીને ફ્રેન્ડ સર્કલ સાથે કેનેડા ફરવા ગયો હતો, અને તેના જીવનની આખરી ટ્રીપ સાબિત થઈ હતી.
રાહુલ નામના યુવકનો કેનેડામાં મૃત્યુ થતા, માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. માર્કેટિંગ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે રાહુલ કેનેડા ગયો હતો. કેનેડામાં ટોરેન્ટોના ઓન્ટેરિયો ખાતે ગયો હતો. તમને જણાવી દઈએ કે, કલીફ જમ્પિંગ કરતી વખતે રાહુલનું ડૂબી જતા મોત થયું હતુ.
જાણવા મળ્યું છે કે, રાહુલ ટોરેન્ટો 300 કિલોમીટર દૂર ફરવા આવ્યો હતો, અને આ દુર્ઘટના સર્જાઇ હતી. રાહુલ તેના મિત્રો સાથે 20 ઓક્ટોબરના રોજ ફરવા પહોંચ્યો હતો, તે દરમિયાન પર્વત પરથી ઠંડા પાણીમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી.
તે દરમિયાન યસ કોટડીયા નામનો મિત્ર આ ઘટનામાં બચી જાય છે, પરંતુ રાહુલ તળાવના ઠંડા અને ઉંડા પાણીમાં ડૂબી જાય છે, અને ઘટના સ્થળે જ દર્દનાક મોત થાય છે. જોકે ત્યાર બાદ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ પણ મૃત જાહેર કર્યો હતો.
દીકરાના મૃત્યુના સમાચાર સાંભળતા જ માતા-પિતાએ જમવાનું ત્યાગી દીધુ હતું. તે દરમિયાન સાંસદ રંજનબેન આ પરિવારને મુલાકાતે પહોંચ્યા હતા, અને સાંત્વના આપી હતી. દીકરાના મોતથી ભાંગી પડેલા માતા-પિતાના ગળેથી જમવાનું ઉતરતું નહોતું. ખરેખર આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…