મોટર શરુ કરતી વેળાએ વીજ શોક લાગતા યુવકનું નીપજ્યું કરુણ મોત, એકનો એક દીકરો ગુમાવતા હિબકે ચડ્યો પરિવાર

311
Published on: 10:04 am, Wed, 15 June 22

તાજેતરમાં કેશોદમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સોંદરડા ગામે કાર સર્વિસ સ્ટેશનમાં એક યુવકનું ઈલેક્ટ્રીક મોટર ચાલું કરવાં જતાં વીજ શોક લાગતા મોત નિપજયું હતું. ઘટના અંગેની મળતી માહિતી મુજબ, સોંદરડા ગામે વિમલભાઈ ભરતભાઇ ભરડાનું દેવકૃપા ગેરેજ આવેલું છે. જ્યાં વિમલભાઈ પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ શોક લાગ્યો હતો.

આ દરમિયાન, કોઈ આસપાસ હાજર ન હોવાથી એક વ્યકિત અહીંથી પસાર થતા વિમલભાઈ તરફડીયા મારતો હતો. જેને જોઈને આ વ્યકિતએ આસપાસનાં લોકોને જાણ કરી હતી અને 108ને જાણ કરતા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોકટરો દ્વારા યુવકનું મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.

યુવકના મોતના સમાચાર મળતાં જ પરીવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ દ્વારા હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં પરિવારના એકના એક દીકરાના આકસ્મિક મોતથી મિત્ર, પરીવાર, ગામલોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…