ફ્લેટ કે બિલ્ડીંગમાં રહેતા માતાપિતા માટે લાલબત્તી સામન કિસ્સો- જુઓ કેવીરીતે સુરતમાં બે વર્ષનું બાળક રમતા-રમતા આઠ માળ નીચે ખાબક્યું

187
Published on: 1:12 pm, Fri, 1 October 21

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં હદયદ્રાવક એવી એક ચોંકાવનારી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે, કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. રમતાંને રમતાં બાળક નીચે પટકાવાની ઘટના CCTVમાં કેદ થઈ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે, ફ્લેટના આગળના ભાગમાં થોડીક જગ્યા છે ત્યાં બાળક ગ્રિલ પાસે રમતું જોવા મળી રહ્યું છે અને આ દરમિયાન બાળક રમતા રમતા નીચે પટકાતા માસૂમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના તમામ માતા-પિતા અને પરિવારના સભ્યો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જેથી તમે પણ તમારા બાળકની કાળજી રાખો. એક નાની એવી બેદરકારી પણ તમારી ખુશી માતમમાં ફેરવી શકે છે.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે ફ્લેટના આગળના ભાગમાં થોડી જગ્યા છે જ્યાં એક બાળક રમી રહ્યો હતો. બાળકરમતા રમતા તે ગ્રિલ પર ચડ્યો અને બાળક નીચે જોઈ રહ્યો હતો. તે સમય દરમિયાન તેણે પોતાનું શારીરિક સંતુલન ગુમાવ્યું અને તે ગ્રીલમાંથી સરકીને નીચે પટકાયા બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. કાળજું કંપાવી નાખે તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. આ દ્રશ્યોમાં બાળક જ્યારે આગળના ભાગે આવેલી ગ્રિલ પકડી ઉપર ચઢીને રમી રહ્યો હતો, ત્યારે પરિવારનું કોઈ સભ્ય કે અન્ય કોઈ વ્યક્તિ તેની આસપાસ હોઈ તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહદંશે શહેરોમાં ઊંચા એપાર્ટમેન્ટ્સમાં કે ઉંચી બિલ્ડીગોમાં આ પ્રકારની ગ્રિલ ગેલરીમાં અને ફ્લેટના આગળના ભાગમાં આપણને જોવા મળતી રહેતી હોય છે. ત્યારે આવા સમયે જો ઘરમાં નાનાં બાળકો હોય તો સુરત શહેરમાં બનેલી આ ઘટના તમામ માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો છે. કારણ કે એક નાની સરખી બેદરકારી માસુમ બાળકનો જીવ લઈ શકે છે અને પરિવારની ખુશી માતમમાં ફેરવી શકે છે. ઉંચી બિલ્ડીગકે અન્ય એપાર્ટમેન્ટ હોય તેમાં ગ્રિલ કે આગળના ભાગમાં કે ગેલરીમાં જો બાળક પડી શકે એવી જગ્યા હોય તો રમતાં રમતાં આ ખતરનાક ઘટના બની શકે છે, જેથી ઘરમાં નાના બાળકો હોય તો તેની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. આ પ્રકારની પરિસ્થિતિમાં જો આપના ઘરે પણ નાનું બાળક હોય તો તેનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

એક નાનકડી એવી ભૂલ કે બેદરકારી પરિવારજનો માટે દુઃખ લઈને આવે છે. જો આવી રીતે ઉચાઇ પર બાળકો રમતા હોય તો તેનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. જો બેદરકારી દાખવવામાં આવે તો હસતી ખેલતી જિંદગીનો અંત આવતા વાર નથી લાગતી. સમગ્ર ઘટના અંગે કતારગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…