રોડના કિનારે ખાટલો ઢાળીને બેઠેલા ઘરના મોભીને ટ્રકે લીધા અડફેટે, મોત નીપજતા પરિવાર શોકમગ્ન

291
Published on: 4:08 pm, Wed, 4 May 22

આજકાલ રાજ્યમાં વધી રહેલ અકસ્માતના બનાવો દરમિયાન દહેગામ-બાયડ ત્રણ રસ્તા વચ્ચે પાલૈયા ગામ નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં હાઈવેની સાઈડમાં રહેતા પરિવારના મોભી મકાન આગળ ખાટલો નાખીને બેઠા હતા. તે દરમિયાન, ટ્રકે જોરદાર ટક્કર મારતા ખાટલામાં બેઠેલા શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેઓને તાત્કાલિક ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, દહેગામ-બાયડ ત્રણ રસ્તા વચ્ચે પાલૈયા ગામે હાઈવેની સાઈડમાં રહેતા પરિવારના મોભી મકાન આગળ ખાટલો નાખીને બેઠા હતા. તે દરમિયાન, બાયડ તરફથી આવી રહેલી એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ખાટલો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. આ સાથે જ ખાટલામાં બેઠેલા મહેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેથી તેઓને 108ની મદદથી ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…