ટ્રેકિંગ દરમિયાન ભેખડ ધસી પડતા ગુજરાતી યુવકનું કરુણ મોત, 150 ફીટ નીચેથી મળી આવી લાશ

Published on: 6:02 pm, Mon, 27 June 22

અમદાવાદ: ઘણી વાર શહેરોમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે પૂણેના સિંહગઢ ખાતે શનિવારે એક મેરેથોન દોડ આયોજિત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતી યુવક હેમાંગ ગાલાનુ મોત નિપજ્યુ હતું. જાણવા મળ્યું છે કે, પહાડી ચઢતા સમયે ભેખડ ધસી પડતા હેમાંગ નીચે પટકાયો હતો. ભારે શોધખોળ બાદ 150 ફીટ નીચેથી હેમાંગનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, હેમાંગ ગાલા મૂળ કચ્છનો રહેવાસી છે. તેણે પૂણેમાંથી જ બીઈ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કર્યુ હતું. તે વર્ષોથી ટ્રેકિંગ એક્ટિવિટી સાથે જોડાયેલો હતો. શનિવારે પૂણેના ફેમસ સિંહગઢ ખાતે વિવિધ કિલોમીટરની મેરેથોન દોડનુ આયોજન કરાયુ હતું. જેમાં હેમાંગ ગાલા સહિત 300 લોકોએ ભાગ લીધો હતો. હેમાંગે 21 કિમી દોડમાં ભાગ લીધો હતો. સવારે શરૂ થયેલી મેરેથોન દોડ સાંજે 5 વાગ્યે પૂરી થઈ હતી. ત્યારે પરત ફરનારા લોકોનું કાઉન્ટિંગ કરાયુ હતું. જેમાં હેમાંગ ન હોવાને કારણે ખળભળાટ મચી ગયો હતો.

તેથી આ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં હેમાંગનો સંપર્ક થઈ શક્યો ન હતો. તે તેના ઘરે કે અન્ય કોઈ સ્થળે પણ ન હતો. જેથી હેમાંગને પહાડી પર શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતું. વન અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ સર્ચલાઈટ્સનો ઉપયોગ કરીને અંધારામાં હેમાંગને શોધવા નીકળી પડ્યા હતા. ત્યારે નિવારે રાત્રે 11.30 વાગ્યે ભેખડના પથ્થરોની નીચેથી હેમાંગની લાશ મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દોડમાં અધવચ્ચે હેમાંગ સાથે આ દુર્ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ તેના પિતા ધીરજ ખીમજી ગાલા તૂટી પડ્યા હતા. માઉન્ટ એવરેસ્ટ ચઢવાના ખ્વાબ જોનાર હેમાંગનુ નાનકડી પહાડી પરથી પડીને મોત થયુ હતું. હેમાંગ તેના પિતા સાથે આર્ટિફિશ્યલ ફ્લાવરના વ્યવસાયમાં સંકળાયેલો હતો. તેને પર્યાવરણ પ્રત્યે પ્રેમ હોવાથી તે પ્લાસ્ટિક મુક્ત પેકેજિંગ વિષય પર સંશોધન કરતો હતો. જેમાં તેણે અનેક કામ કર્યા હતા. યુવકના મૃત્યુને કારણે તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…