ઝાડને અડતા જ 12 વર્ષના બાળકનું થયું દર્દનાક મૃત્યુ – જાણો ક્યાં બની કાળજું કંપાવતી ઘટના “ઓમ શાંતિ”

1024
Published on: 11:23 am, Sat, 19 March 22

રાજસ્થાનના ભરતપુરમાં એક 12 વર્ષીય વિદ્યાર્થીનું શાળાની બાર ખૂબ દર્દનાક મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ બાળક સ્કૂલ ખૂલવાની રાહ જોઈ રહ્યો હતો અને અચાનક જ શાળાનાં ગેટની બાજુમાં લાગેલ એક ઝાડને અડતા જ તે પોતાનો જીવ ગુમાવે છે. જયારે ત્યાં હાજર લોકો દ્વારા તાત્કાલિકપણે બાળકને સારવાર માટે દવાખાન લઈ જવામાં આવે છે. પરંતુ ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના કૈથવાડા પોલીસ સ્ટેશનની છે. ગામનો એક 12 વર્ષીય અંશુ રાજકીય વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. 12 વર્ષીય અંશુ શુક્રવારના દિવસે તે સમયથી થોડો વહેલા શાળાએ પહોંચી જાય છે. જ્યારે તે વહેલા ગયો હોવાથી શાળાના દરવાજા ખોલવામાં આવ્યા ન હતા. જેથી તે સ્કુલની બાજુમાં આવેલ એક લીમડાના ઝાડ નીચે બેસીને રાહ જોવે છે. આ દરમિયાન તે લીમડાના ઝાડમાં નીચેના ભાગ પર તે પોતાનો હાથ મુકે છે. મળતી માહિતી અનુસાર કહેવાય રહ્યું છે કે, આ લીમડાના ઝાડ પર 11 કેવીની વિદ્યુત લાઇન નીકળી રહી હતી. જયારે નીકળેલ વિદ્યુત લાઇનનાં તાર ઢીલા થઈ ગયા હતા. આ કારણે ઝાડમાં કરંટ ફેલાયો હતો. આ દરમિયાન લીમડાના ઝાડને અડતા 12 વર્ષીય વિધાથીને કરંટ લાગે છે. કરંટ લાગતાની સાથે જ તે મૃત્યુ પામે છે.

આ ઘટના જોતા આજુબાજુમાં ઉભેલા તમામ લોકો ચોંકી જાય છે. ત્યાં હાજર લોકો બાળકને તાત્કાલિકપણે દવાખાને લઇ જાય છે પરંતુ ત્યાના ડોકટરો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી બાળકના પરિવારને બાળકના મૃત્યુની સૂચના આપવામાં આવે છે. તેમજ શાળાની બાજુમાં આવેલ આ ઝાડમાં કરંટ હોવાથી અન્ય બાળકો પણ ખૂબ ડરી જાય છે.

મળતી માહિતી અનુસાર પરિવારના લોકો દ્વારા વીજળી વિભાગની લાપરવાહીને જોતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જયારે પરિવારનાં લોકોનું કહેવું છે કે, જો ઘટના અત્યારે અમારા દીકરા સાથે થઇ છે. તો ભવિષ્યમાં કોઈ બીજા લોકો સાથે પણ બની શકે છે. જયારે પરિવારના લોકો બેપરવા ઓફિસર વિરુદ્ધ આ કેસ કરીને તેમને સબક શીખવાડવા ઈચ્છે છે. મળતી માહિતી અનુસાર પોલીસ અને પ્રશાસન દ્વારા આ ઘટના અંગે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…