સુરતમાં મંગળવાર બન્યો ‘અમંગળ’- એકસાથે ચાર અકસ્માત સર્જાતા 7 લોકોના કરૂણ મોત, 9 ગંભીર

576
Published on: 11:14 am, Wed, 20 April 22

રાજ્યમાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતોના બનાવો વધતાં જાય છે. ત્યારે આજે  સુરતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે.

ખાનગી બસ અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સોમવાર મોડી રાત્રે ધરમપુર બાયપાસ રોડ પાસે બન્યો હતો. જ્યારે ખાનગી બસ નાશિકથી અમદાવાદ પરત ફરી રહી હતી. આ અકસ્માતમાં કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જ્યારે 6 વ્યક્તિઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ ધરમપુર પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના મોટા વરાછા પાસે ટ્રક બાઇક વચ્ચે અકસ્માત
સુરતના વરાછા વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો છે. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના મોટા વરાછામાં એક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો.

એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત
સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ થયા છે. કોસંબા ઓવરબ્રીજ નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. જો કે, અકસ્માત સર્જાતા તુરંત આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતાં.

વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત
સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક પણ અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જો કે, અન્ય 2 બાઈકસવારનો પણ આબાદ બચાવ થયો છે. ત્યારે આ અકસ્માતની ઘટનામાં પણ પોલીસને જાણ થતા માંગરોળ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…