ગઈ કાલે થયેલા વિમાન ક્રેશ દુર્ઘટનામાં બાળકો સહીત 133 મુસાફરોના કરુણ મોત “ઓમ શાંતિ”

700
Published on: 11:03 am, Tue, 22 March 22

બોઈંગે દક્ષિણ પશ્ચિમ યુનાન પ્રાંતના કુનમિંગ ચાંગશુઈ એરપોર્ટથી બપોરે લગભગ 1:15 વાગ્યે ઉડાન ભરી હતી. તે બપોરે 3:07 કલાકે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ગુઆંગઝોઉ એરપોર્ટ પર ઉતરવાનું હતું. સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે, રાહત અને બચાવ ટીમો ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે.

આ અકસ્માત અંગે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનો સંપર્ક કરવાનો બાકી છે. ક્રેશ થયેલ બોઇંગ 162 સીટર છે. તેમાં બિઝનેસ ક્લાસમાં 12 અને ઈકોનોમી ક્લાસમાં 150 સીટો છે. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું એક વિમાન ગુઆંગ્સીના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું છે. કુનમિંગથી ગુઆંગઝૂ જતી આ ફ્લાઈટમાં 133 મુસાફરો હતા. જે વિમાન ક્રેશ થયું તે બોઇંગ 737 હતું.

વિમાનમાં આગ લાગ્યા બાદ પર્વતીય વિસ્તારમાં પણ આગ ફાટી નીકળી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ભારતીય એરલાઇન્સના બોઇંગ 737 કાફલાને વધારે દેખરેખ પર મૂક્યું છે, કારણ કે સોમવારે ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સના વિમાન ક્રેશ થયું હતું, જેમાં 132 લોકો માર્યા ગયા હતા. DGCA ચીફ અરુણ કુમારે આ જાણકારી આપી. ત્રણ ભારતીય એરલાઇન્સ – સ્પાઇસજેટ, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ – તેમના કાફલામાં બોઇંગ 737 એરક્રાફ્ટ છે.

ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું બોઇંગ 737-800 પ્લેન તેંગ્સિયન કાઉન્ટીના વુઝોઉ શહેરમાં ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના પર્વતીય વિસ્તારમાં આગ લાગી હતી. પ્લેન કુનમિંગથી ગુઆનઝોઉ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં 123 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બરના મોત થયા હતા. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ- ચીનની ત્રણ મોટી એરલાઇન્સમાંની એક – સોમવારે ક્રેશ થયા પછી તેના તમામ બોઇંગ 737-800 એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરી દીધા છે. સત્તાવાર મીડિયાના સમાચાર અનુસાર, વિમાનમાં સવાર 132 લોકોમાંથી કોઈ પણ વિદેશી નહોતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…