ચોમાસાની શરૂઆત થતા જ મહીસાગર જિલ્લામાં સાંજે 6 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગોઠીબડા ગામમાં સુકીદેવીના ફળિયામાં વીજળી પડવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. જેમાં ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી અને તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, આ ઘટના બાદ સમગ્ર પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છે.
મળતી માહિતી મુજબ, સૂકીદેવીના ફળિયામાં રહેતા 42 વર્ષીય શિવિબેન ભેંસ ઘરમાં લાવવા માટે બહાર નીકળ્યાં હતાં. તે દરમિયાન, અચાનક વીજળી પડતાં ઘટનાસ્થળે જ તેઓ પડી ગયા હતા. બાદમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પર હાજર ડોકટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ સાંજે છ વાગ્યાથી મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. સાંજે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી બે કલાકમાં જિલ્લામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…