નશામાં ઘૂત યુવતીએ ભાન ભૂલી, ભારતીય સેનાની ગાડીને પાટા મારી કરી તોડફોડ- જુઓ વિડીયો

Published on: 7:11 pm, Thu, 9 September 21

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બુધવારે રાત્રે એક યુવતીએ નશામાં ધૂત થઈને ગ્વાલિયરમાં રસ્તા પર ઉતરી હંગામો મચાવ્યો હતો. આ ઉપરાંત તેણે આર્મીની જીપ પણ રોકી અને તેની તોડફોડ શરૂ કરી હતી. સ્થળ પર હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

યુવતીએ ખુલ્લેઆમ ગંદી ગાળો આપી:
મળતી માહિતી અનુસાર, યુવતીએ વીડિયો બનાવતા લોકો સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. આરોપી છોકરીએ કહ્યું કે, તે દિલ્હીની એક પ્રખ્યાત મોડેલ છે. યુવતીની ઉંમર 22 થી 24 ની આસપાસ જણાતી હતી. ત્યારબાદ, સ્થાનિક મહિલા પોલીસકર્મીઓએ ધટના સ્થળે પંહોચી અને યુવતીની ધરપકડ કરી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી.

આપને જણાવી દઈએ કે, મહિલાએ સફેદ ટોપ અને કાળા ટૂંકા સ્કર્ટ પહેર્યું હતું. નશામાં ધુત થયેલી યુવતીએ રસ્તા પર આવીને પોતાનો તમાશો શરુ કરી દીધો હતો. તે આર્મી જીપ સામે જઈને ઉભી રહી ગઈ હતી. ત્યારબાદ, તેણે જીપની હેડલાઇટ પણ તોડી નાખી. જ્યારે સેનાના જવાને તેને મનાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે જોરથી બૂમો પાડવા લાગી અને તેમની સાથે પણ ઝઘડવા લાગી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી યુવતીનું નામ કોહિમા મેહરા છે. અગાઉ તેણીએ દિલ્હીની રહેવાસી તરીકે ઓળખ આપી હતી. પરંતુ પાછળથી તેણીએ કહ્યું કે, તે હરિયાણામાં રહે છે. જોકે પોલીસે રાજસ્થાનના સરનામે તેની સામે ગુનો દાખલ કર્યો છે.

આ છોકરીની ધરપકડ થયા બાદ, તેના પાછળ અન્ય બે છોકરીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી, જેમણે આરોપી છોકરીને જામીન અપાવ્યા હતા. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, આ ત્રણ છોકરીઓ ગ્વાલિયરની એક હોટલમાં પાર્ટી કરી રહી હતી. આ દરમિયાન ઝઘડો થયો અને આરોપી છોકરી હોટલમાંથી બહાર આવી અને રસ્તા પર આવી હંગામો કરવાનું શરૂ કર્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…