ટામેટાના ભાવમાં મોટી ઉથલપાથલ- એકસાથે આટલા રૂપિયા વધતા દરેક ગૃહિણીનું બજેટ ખોરવાયું

85
Published on: 11:55 am, Wed, 24 November 21

દેશના મોટાભાગનાં શહેરોમાં ટામેટાંના છૂટક ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ચાલી રહ્યાં છે, પરંતુ સરકારી આંકડા અનુસાર, વ્યાપક વરસાદને કારણે, દક્ષિણના કેટલાક રાજ્યોમાં ટામેટાની છૂટક કિંમત 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

ચેન્નાઈમાં ટામેટાની છૂટક કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો, પુડુચેરીમાં 90 રૂપિયા પ્રતિ કિલો, બેંગલુરુમાં 88 રૂપિયા પ્રતિ કિલો અને હૈદરાબાદમાં 65 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. કેરળમાં ટામેટાંના છૂટક ભાવ કોટ્ટયમમાં રૂ. 120 પ્રતિ કિલો, એર્નાકુલમમાં રૂ. 110 પ્રતિ કિલો, તિરુવનંતપુરમમાં રૂ. 103 પ્રતિ કિલો, પલક્કડમાં રૂ. 100 પ્રતિ કિલો, થ્રિસુરમાં રૂ. 97 પ્રતિ કિલો અને વાયનાડમાં રૂ. 90 પ્રતિ કિલો ચાલી રહ્યા છે.

કર્ણાટકમાં ટમેટાની છૂટક કિંમત ધરવાડમાં 85 રૂપિયા પ્રતિ કિલો, મૈસુરમાં 84 રૂપિયા, મેંગ્લોરમાં 80 રૂપિયા અને બેલ્લારીમાં 78 રૂપિયા છે. વિજાવાડામાં ટામેટાના ભાવ 91 રૂપિયા પ્રતિ કિલો, વિશાખાપટ્ટનમમાં 80 રૂપિયા પ્રતિ કિલો અને આંધ્ર પ્રદેશના તિરુપતિમાં 75 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. તમિલનાડુમાં, રામનાથપુરમમાં ટામેટાં રૂ. 119 પ્રતિ કિલો, તિરુનેલવેલીમાં રૂ. 103, તિરુચિરાપલ્લીમાં રૂ. 97, કુડ્ડલોરમાં રૂ. 94 અને કોઇમ્બતુરમાં રૂ. 90ના ભાવે વેચાય છે.

જો કે, ગ્રાહક બાબતોના મંત્રાલયના 167 કેન્દ્રોના ડેટા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં ટામેટાં 72 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. માહિતી અનુસાર, ટામેટાંના છૂટક ભાવ ઓક્ટોબરની શરૂઆતથી વધવા માંડ્યા હતા અને નવેમ્બરમાં ઊંચા સ્તરે રહ્યા હતા. આઝાદપુર ટોમેટો એસોસિએશનના પ્રમુખ અશોક કૌશિકે જણાવ્યું હતું કે, “વરસાદને કારણે દક્ષિણ ભારતમાંથી દિલ્હીમાં ટામેટાંનો પુરવઠો પ્રભાવિત થયો છે. જો આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો રાષ્ટ્રીય રાજધાનીમાં ભાવ વર્તમાન સ્તરોથી પણ વધી શકે છે. તેમણે કહ્યું કે પડોશી રાજ્યો ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી સ્વદેશી જાતના ટામેટાંના આગમનને કારણે મંગળવારે આઝાદપુર જથ્થાબંધ બજારમાં ટામેટાંના ભાવમાં નજીવો ઘટાડો થયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…