
આપણા જીવનમાં કેટલીક ઘટનાઓ આપણું જીવન બદલી નાખતી હોય છે. આવી જ એક ઘટના આ મહિલાના જીવનમાં બની હતી. સાસુને ખુબ લાંબા સમય સુધી કેન્સરની બીમારીથી પીડાતા રહેવું પડ્યું હતું તેમજ આખરે તો મોત જ થયું હતું. આ ઘટના જોઈને કંઈક એવો વિચાર આવે કે, બીજા કોઈને આવી ગંભીર બિમારી થતા અટકાવી શકાય. આ વિચારને કારણે પત્નીએ પોતાના પતિની સાથે મળીને 5 ગીરગાય લાવીને એનું દૂધ ઘરે-ઘરે પહોંચાડવાનું શરુ કર્યું.
આમ આ 5 ગાયથી લઈને શરૂ કરેલ તબેલો હાલમાં 200 ગાયો સુધી પહોંચી ગયો છે. જે તબેલાથી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં દરરોજનું 1,000 લીટર દૂધ પહોંચાડાય છે. તબેલાનું વાર્ષિક ટર્ન ઓવર 5 કરોડ સુધી પહોંચી ગયું છે. આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ રાજસ્થાનના પલ્લવીબેન વ્યાસ છે કે, જેઓએ સંજય વ્યાસની સાથે લગ્ન કર્યા છે.
પલ્લવી વ્યાસ મૂળ રાજસ્થાનના છે પણ લગ્ન કર્યા પછી ઈન્દોરમાં પોતાના સાસુ-સસરા તથા પતિની સાથે રહેવા લાગ્યા હતા. આવા સમયમાં સાસુને કેન્સરની ગંભીર બિમારી થતા ખૂબ પીડાઈને મોતને ભેટ્યા હતા. પલ્લવીબેને જોયેલી આ ઘટનાથી ખુબ દુખી થયા તેમજ સમાજમાં આવા રોગ ન થાય એ માટે શું કરી શકાય એ દિશામાં વિચારવા મજબૂર બન્યા હતા.
એને ધ્યાનમાં લઇ પલ્લવીબેને ચોખ્ખું દૂધ ઘરે-ઘરે પહોંચાડવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2016માં પલ્લવીબેને ફક્ત 5 ગાયોથી લઈને પોતાના ડેરી ફાર્મની શરૂઆત કરી હતી. પાંચ ગાયથી શરૂ કરેલ તબેલો હાલમાં 200 ગાયો સુધી પહોંચી ગયો છે. પલ્લવીબેન તેમજ તેમના પતિ આ ધંધામાં ખુબ ખુશ છે. પૈસા કમાવાની ઉપરાંત લોકોની હેલ્થ તથા રોગોથી બચાવી શકીએ છીએ એનો વિશેષ આનંદ છે.
આ વિચારની પાછળ સાસુના મોતનું કારણ છે એમની યાદમાં ડેરી ફાર્મનું નામ સાસુમા ના નામ ઉપર શાંતા ડેરી ફાર્મ રાખવામાં આવ્યું છે. પલ્લવીબેન ઈન્દોરમાં હોમ ડીલેવરી ના માધ્યમથી દરરોજનું હજાર લિટર દૂધ પહોંચાડાય છે. તેમના ગ્રાહકો તેમના ફાર્મની બનાવેલ એપ્લિકેશન પરથી ઓર્ડર કરે એટલે દૂધ તેમના ઘરે પહોંચી જાય છે.
પર્યાવરણને ધ્યાનમાં લઈ પલ્લવીબેને દૂધ ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવા માટે કાચની બોટલનું પેકીંગ કર્યું છે. દરરોજનું હજાર લિટર દૂધ 90 રૂપિયા લિટરણા ભાવે વેચવામાં આવે છે. આમ, નાનકડા પાયે શરૂ કરેલ તબેલો હાલમાં વાર્ષિક 5 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગયો છે. પલ્લવીબેન અને તેમના પતિને ગાય માતાની સેવા ખરેખર ફળી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…