2 દિવસના ઘટાડા બાદ ફરી આજે જોવા મળ્યા સોના ચાંદીના ભાવમાં વધારો -જાણો તમારા શહેરોમાં આજના ભાવ

494
Published on: 10:57 am, Mon, 31 January 22

31 જાન્યુઆરી 2022 એટલે કે સોમવારના રોજ 10 ગ્રામ સોનાની કિંમતમાં 90 રૂપિયાના વધારા સાથે 24 કેરેટ સોનું ઘટીને 49,090 રૂપિયા પર આવી ગયું છે. જ્યારે 22 કેરેટની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી અને કિંમત 45,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર યથાવત છે. આજે એક કિલો ચાંદીમાં 100 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. જે બાદ તેની કિંમત 61,200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જિસને કારણે સમગ્ર દેશમાં સોનાની કિંમત બદલાય છે. તમને એ પણ જણાવી દઈએ કે આખરે દેશના અલગ-અલગ રાજ્યોમાં સોના-ચાંદીના ભાવ શું છે.

મહાનગરોમાં સોનું અને ચાંદીના ભાવ:
દિલ્હીમાં 24-કેરેટ સોનાની કિંમત 49,200 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં તે 49,090 રૂપિયા છે. દિલ્હી અને મુંબઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,000 રૂપિયા છે. ચેન્નાઈમાં સોમવારે 24 કેરેટ સોનું 10 ગ્રામ 49,450 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામ 45,330 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જિસને કારણે સમગ્ર દેશમાં સોનાની કિંમત બદલાય છે. આજે ચેન્નાઈમાં 1 કિલો ચાંદીની કિંમત 65,500 રૂપિયા છે, જ્યારે દિલ્હી અને મુંબઈમાં આ ધાતુ 61,200 રૂપિયામાં વેચાઈ રહી છે. કોલકાતામાં ચાંદી રૂ. 61,200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે હૈદરાબાદ અને બેંગલુરુમાં ધાતુ રૂ. 65,500 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ -24 કેરેટ સોનાની અને ચાંદીની કિંમત:

વાયદા બજારમાં સોનું 700 રૂપિયા સુધી સસ્તું:
દેશના વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 350 રૂપિયાથી વધુ સસ્તું થઈ ગયું છે. બીજી તરફ ચાંદીમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 800થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે વાયદા બજાર માત્ર ચાર દિવસ માટે ખુલ્યું હતું અને આ ચાર દિવસમાં સોનું લગભગ 700 રૂપિયા સસ્તુ થયું છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે સોનાનો ભાવ 47,585 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. બીજી તરફ ચાંદીની વાત કરવામાં આવે તો ચાર દિવસમાં આશરે રૂ. 3,800 પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે ચાંદી 61,034 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…