આજે એટલે કે, મંગળવારને 19 ઓક્ટોબરનાં રોજ તેમજ બુધવારને 20 ઓક્ટોબરના રોજ આસો મહિનાની પૂનમ કે, જેને લોકો ‘શરદ પુનમ’ તરીકે ઓળખે છે. આજની રાતે ચંદ્ર 16 કળાઓ ખીલેલો રહેશે. શરદ પૂનમની રાતે ચંદ્ર પૂજા તેમજ ચાંદીના વાસણમાં દૂધ-પૌંઆને ચંદ્રના પ્રકાશમાં રાખવાની પરંપરા રહેલી છે. ધાર્મિક તથા વ્યવહારિક મહત્ત્વ હોવાની સાથોસાથ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આયુર્વેદમાં આ પરંપરાને ખાસ જણાવાઈ છે.
શરદ પૂનમનું વ્યવહારિક મહત્ત્વ:
સતત 9 દિવસ સુધી વ્રત-ઉપવાસ તથા નિયમ-સંયમની સાથે રહીને શક્તિ પૂજા કરવામાં આવતી હોય છે કે, જેને લીધે શારીરિક-માનસિક રૂપથી મજબૂતી મળતી હોય છે. શક્તિ ભેગી કર્યા બાદ આ ઊર્જાને શરીરમાં સંચાર કરવા તેમજ તેને અમૃત બનાવવા શરદ પૂનમની ઊજવણી કરવામાં આવે છે.
આ ખાસ પર્વમાં ચંદ્ર પોતાની 16 કળાઓ સાથે-સાથે અમૃત વર્ષા પણ કરે છે. આ સમયે ચંદ્રની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારપછી તેના કિરણોના અમૃતને દૂધ-પૌંઆ દ્વારા શરીરમાં ઉતારવામાં આવતા હોય છે ત્યારે આવો જાણીએ શા માટે દૂધ-પૌંઆ જ પીરસાય છે?
આસો મહિનાની પૂનમ જ શા માટે?
આસો માસની પૂનમે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં રહેતો હોય છે. આ નક્ષત્રના સ્વામી અશ્વિની કુમાર રહેલા છે. વેદ તથા પુરાણોમાં અશ્વિની કુમારને દેવતાઓના ડોક્ટર જણાવાયા છે એટલે કે, તેમના દ્વારા જ દેવતાઓને સોમ તથા અમૃત મળે છે. જ્યારે તેમના જ નક્ષત્રમાં ચંદ્ર 16 કળાઓ સાથે રહે છે.
આની સાથે-સાથે જ તમામ પ્રકારની બીમારીઓ દૂર કરે છે. આ સ્થિતિ વર્ષમાં ફક્ત એક જ વખત બનતી હોય છે એ પણ શરદ ઋતુ દરમિયાન બનતી હોય છે એટલે શરદ પૂનમ પર્વની ઊજવણી કરાય છે કે, જેને લીધે આ પૂર્ણિમાને રોગથી છુટકારો અપાવનાર પણ કહેવામાં આવે છે.
દૂધ-પૌંઆ શા માટે?
પ્રો. રામનારાયણ દ્વિવેદી જણાવે છે કે, દૂધ-પૌંઆ એ માટે બનાવાય છે કારણ કે, ગ્રંથોમાં જણાવ્યા મુજબ પાંચ અમૃત પૈકી સૌપ્રથમ દૂધ છે. જ્યોતિષ ગ્રંથોમાં પણ જણાવાયુ છે કે, દૂધ ઉપર ચંદ્રનો ખાસ પ્રભાવ રહેલો હોય છે. ચંદ્ર દોષ દૂર કરવા માટે દૂધનું દાન કરવામાં આવતું હોય છે. જયારે ઠંડીની ઋતુમાં આપણે દૂધ-પૌંઆ ખાવા જોઇએ.
કારણ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળતી હોય છે. જેમાં દૂધની ઉપરાંત ચોખાના પૌંઆ, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવતી હોય છે કે, જે શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે. આ વસ્તુઓને લીધે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. સાથે જ સ્વાસ્થ્ય પણ ખુબ સારું રહે છે. આ જ કારણ છે કે, રાતે લોકો પોતાના ઘરની અગાસીમાં ખીર બનાવીને એવું સેવન કરતા હોય છે.
ચાંદીના વાસણનો ઉપયોગ શા માટે?
વારણસી આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર અધિકારી વૈદ્ય પ્રશાંત મિશ્ર જણાવતા કહે છે કે, ચાંદીના વાસણ ભોજનની વસ્તુઓને કીટાણુઓથી બચાવીને રાખવામાં કારગર સાબિત થતા હોય છે. ચાંદીના વાસણમાં પાણી, દૂધ અથવા કોઇ અન્ય તરલ પદાર્થ રાખવાથી તેની શુદ્ધતામાં વ્હ્દારો થાય છે. આની સાથે જ, ચાંદી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતામાં પણ વધારો કરે છે.
રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાના ડો. અજય સાહૂ તેમજ ડો. હરીશ ભાકુની જણાવે છે કે, આ ધાતુ 100% બેક્ટેરિયા ફ્રી હોય છે એટલે કે, ઇન્ફેક્શનથી પણ બચાવે છે. તેમના જણાવ્યા મુજબ ચાંદીના વાસણમાં ભોજન કરવાથી કોઇપણ જાતના સાઇડ ઇફેક્ટ થતાં નથી. તે બધા જ પ્રકારે સ્વાસ્થ્ય માટે ખુબ સારું હોય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…