આજે છે લક્ષ્મી પ્રાગટ્યદિન- જાણો આજના પરમ પવિત્ર દિવસ સાથે જોડાયેલ પૌરાણિક માન્યતા

145
Published on: 4:20 pm, Tue, 19 October 21

આજે એટલે કે, મંગળવારને 19 ઓક્ટોબરનાં રોજ એટલે આજે તેમજ આવતીકાલે એટલે કે, બુધવારને 20 ઓક્ટોબરના રોજ આસો મહિનાની પૂનમ છે કે, જેને લોકો ‘શરદ પૂર્ણિમા’ તરીકે ઓળખે છે. એક માન્યતા પ્રમાણે આજના દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓથી ધરતી ઉપર અમૃતની વર્ષા કરે છે.

શરદ પૂર્ણિમાને કોજાગર પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી પણ માન્યતા રહેલી છે કે, આજનાં દિવસે ધનની દેવી લક્ષ્મી રાતે ભ્રમણ કરીને કહે છે કે, ‘કો જાગ્રિતિ।’ જેનો અર્થ થાય છે કે, કોણ જાગી રહ્યું છે? એવું કહેવામાં આવે છે કે, જે કોઈપણ વ્યક્તિ શરદ પૂર્ણિમાની રાતે જાગે છે તેમના પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

કોજાગર પૂર્ણિમા:
આની સાથે એવી પણ માન્યતા રહેલી છે કે, શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનું પ્રાકટ્ય થયું હતું. આ કારણે દેશના કેટલાક ભાગમાં આજનાં દિવસે માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે કે, જેને ‘કોજાગરી લક્ષ્મી’ પૂજાના નામથી ઓળખવામાં આવે છે.

ઓરિસ્સામાં શરદ પૂર્ણિમાને ‘કુમાર પૂર્ણિમા’ તરીકે ઓળખવામાં આવે છે. આજનાં દિવસે કુંવારી યુવતીઓ સુયોગ્ય વર માટે ભગવાન કાર્તિકેયની પૂજા કરતી હોય છે. યુવતીઓ સવારમાં સ્નાન કરીને સૂર્યને ભોગ ધરાવતી હોય છે તેમજ દિવસભર વ્રત રાખતી હોય છે. જયારે સાંજના સમયે ચંદ્રની પૂજા કર્યા પછી પોતાનું વ્રત ખોલતી હોય છે.

લક્ષ્મીજીનો પ્રાકટ્ય દિવસ:
પુરાણોમાં જણાવાયુ છે કે, જ્યારે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે આસો માસની પૂર્ણિમાએ મંથન દ્વારા મહાલક્ષ્મી પ્રકટ થયાં હતાં. દેવી લક્ષ્મીના પ્રકટ થવાથી આજનાં દિવસને પર્વ તરીકે ઊજવવામાં આવે છે. આજનાં દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે તેમજ કૌમુદ્રી વ્રત પણ રાખવામાં આવતું હોય છે.

શ્રીકૃષ્ણનો મહારાસ:
શ્રીમદભાગવત ગીતામાં જણાવ્યા મુજબ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન કૃષ્ણએ એવી વાંસળી વગાડી હતી કે, જેના અવાજથી સંમોહિત થઇને વૃંદાવનની ગોપીઓ તેમની બાજુ આકર્ષિત થઇને પહોંચી ગઇ હતી. આજની રાતે શ્રીકૃષ્ણએ મહારાસ રચાવ્યો હતો.

આ એક યૌગિક ક્રિયા હોય છે કે, જેનો ઉલ્લેખ દેવી ભાગવતમાં પણ કરવામાં આવ્યો છે. મહારાસ વખતે શ્રીકૃષ્ણની શક્તિના અંશ જ ગોપીઓનું સ્વરૂપ લઇને કૃષ્ણની આસપાસ ફરતી હોવાનું તેમજ કરવાની સાથે જ પ્રકૃતિમાં ઊર્જા ફેલાય છે એટલે જ તેને મહારાસ તરીકે ઓળખવામાં આવે છે.

ખીર કેમ ખાવામાં આવે છે?
શરદ પૂર્ણિમાથી હવામાનમાં ફેરફારની શરૂઆત થતી હોય છે. આ તિથિ બાદ હવામાનમાં ઠંડક વધવા લાગતી હોય છે. આની સાથે જ ઠંડીની શરૂઆત થાય છે. શરદ પૂર્ણિમાએ રાતે ખીરનું સેવન કરવું આ વાતનું પ્રતીક છે કે, ઠંડીની ઋતુમાં આપણે ગરમ ખીર ખાવી જોઇએ. કારણ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળતી હોય છે.

આની સાથોસાથ જ ખીરમાં દૂધ, ચોખા, સૂકા મેવા વગેરે જેવી પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવતી હોય છે કે, જે શરીર માટે ખુબ ફાયદાકારક સાબીત થાય છે. આ વસ્તુઓને લીધે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે તેમજ ખુબ સારું સ્વાસ્થ્ય મળે છે.

આજના દિવસ સાથે જોડાયેલ પૌરાણિક માન્યતા:
શરદ પૂર્ણિમાની સાથે કેટલીય અનેકવિધ માન્યતાઓ જોડાયેલી છે.આવી જ એક માન્યતા મુજબ આ તિથિની રાતે ચંદ્રના કિરણો અમૃતમયી ગુણોથી યુક્ત રહેતા હોય છે કે, જે અનેક બીમારીથી રક્ષણ આપે છે. આ જ કારણ છે કે, આજે રાતે લોકો પોતાના ઘરની અગાસીમાં ખીર બનાવે છે. ખીર ઉપર ચંદ્રના કિરણો પડે એ રીતે એનું સેવન કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…