શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે, શુક્રવારના દિવસે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતા ઉપાયો ક્યારેય પણ વ્યર્થ નથી જતા કારણ કે શુક્રવાર માં લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આજના વ્યસ્ત સમયમાં સૌથી મોટી સમસ્યા ધનની અને તેની ખામીથી આવતી નિર્ધનતાની જોવા મળી રહી છે. આ ખામી દૂર કરવા માટે વ્યક્તિ દરેક સંભવ પ્રયત્ન કરતા હોય છે. જો શુક્રવારના દિવસે અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો ધનની ખોટને પણ પૂર્ણ કરી શકાય છે. જણાવી દઈએ કે, તંત્રશાસ્ત્રમાં આ રામબાણ ઉપાય કરનારની દરેક ખોટ દૂર થઇ જાય છે એ પૈસાને લગતી એકપણ સમસ્યા પણ નથી રહેતી.
આ છે રામબાણ ઉપાય:
ધનવાન બનવા માટે શુક્રવારે મહાલક્ષ્મીનો નીચે આપેલો મંત્રનો જાપ 180 વાર રાતે 9 થી 12 વચ્ચે ગુલાબી રંગના આસન પર બેસીને કમલ ગટ્ટાની માળાથી કરો. આ ઉપરાંત, જાપ કરવાના સમયે બે મુખી દીવો પણ ગાયના ઘીનો પ્રગટાવો. શક્ય હોય તો જાપ કરતા પહેલા પૂજા કરવાના સ્થાને ગુલાબી કપડા પર શ્રી યંત્ર અને માતા અષ્ટલક્ષ્મીની તસ્વીર પણ સ્થાપિત કરો.
ગુલાબના સુગંધવાળી અગરબત્તી કરવાની સાથે-સાથે કમળ કે લાલ ગુલાબના ફૂલો કે માળા પણ ચઢાવો. તેમજ શુદ્ધ માવાની મીઠાઈનો ભોગ પણ ધરાવો. જાપ કર્યા બાદ ઘરના 8 ખૂણામાં લોટમાંથી બનાવેલા દીવાઓ ગાયના ઘીથી પ્રગટાવો.
જાપ કર્યા બાદ પૂજામાં વાપરેલા ફૂલોને તિજોરીમાં મૂકી દો અને બીજા દિવસે તમારા ઘરે જ ગરીબ પરિવારની 3 નાની બાળકીઓને ગાયના દૂધની ખીર ખવડાવો આ ઉપરાંત અમુક દક્ષિણા કે વસ્ત્રો પણ દાનમાં આપો.
આ છે મહાલક્ષ્મીજીનો મહામંત્ર-
– ॐ श्रीं ।। – ॐ श्रीं क्लीं ।। – ॐ श्रीं ह्रीं क्लीं ।। – ॐ श्रीं ह्रीं क्लीं ।।
– ॐ ह्रीं श्रीं क्लीं ।। – ॐ क्लीं ॐ ।। – ॐ ऐं ॐ ।। – ॐ श्रीं श्रीं ।।
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…