રાતોરાત ગાયબ થઇ ગયા સાત વિદ્યાર્થી- નોટમાં એવું લખ્યું હતું કે વાંચી પોલીસ પણ ચડી રોડે

95
Published on: 8:02 pm, Mon, 11 October 21

બેંગલુરુ: છેલ્લા બે દિવસમાં બેંગ્લોર(Bangalore)માં અલગ-અલગ ઘટનાઓમાં એક કોલેજની વિદ્યાર્થીની સહિત 7 વિદ્યાર્થીઓ ગાયબ(The students disappeared) થયા હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોમવારે પોલીસે(Police) આ અંગેની જાણકારી આપી હતી. આ વિદ્યાર્થીઓ(Students)એ તેમના ઘરો પર પત્રમાં સંદેશો(The message in the letter) લખીને ઘરના અલગ અલગ જગ્યા પર મુક્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓએ એટલા માટે ઘર છોડ્યું છે કે, તેમને ભણવામાં હવે કોઈ રસ રહ્યો નથી. તમામ વિદ્યાર્થીઓના પરીજનોને આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, પત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેમને ભણવામાં કોઈ જ રસ રહ્યો નથી અને તેઓ સારું નામ અને રૂપિયાની કમાણી કરીને પરત ફરશે તેવું જણાવ્યું હતું. ત્રણ યુવકો એ અલગ અલગ પત્રોમાં લખ્યું હતું કે, અમને ભણવા કરતા રમત ગમતમાં વધુ રૂચી છે. જો તમે અમને ભણવા માટે દબાવ કરો છો તો પણ અમને ભણવામાં કોઈપણ પ્રકારનો રસ કે રૂચી રહેતી નથી. અમે રમતગમત ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગીએ છીએ. અમને કબડ્ડીની રમત ખુબ પસંદ આવે છે. આ ક્ષેત્રોમાં અમે મોટું નામ બનાવવા માંગીએ છીએ. આ ક્ષેત્રમાં વધુ સારું પ્રર્દશન કરીને અમે તેમાં નામ બનાવીને જ પરત ફરીશું તેવું નક્કી કર્યું છે.

પત્રમાં લખવામાં આવ્યું હતું કે,તેમની શોધખોળ માતા-પિતા ના કરે. બીજી તરફ પોલીસ પણ ગાયબ થયેલા વિદ્યાર્થીઓની ભાળ મેળવવા માટે આસપાસના વિસ્તારો, આડોશી-પાડોશી, સ્થાનિક લોકો અને સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ રવિવારે એજીબી લેઆઉટની પાસે એક ફરીયાદ નોંધવામાં આવી હતી. જેમાં એક 21 વર્ષના યુવતી અને ત્રણ બાળકોને શંકાસ્પદ રીતે ગાયબ થઈ ગયા છે.

બીસીએના ત્રીજા સેમિસ્ટરની વિદ્યાર્થીની અમૃતવર્ષિની રોયન સિદ્ધાર્થ, ચિંતન અને ભૂમિ તમામ 12 વર્ષના બાળક અને ક્રિસ્ટલ નિવાસી અચાનક ગાયબ થયા હતા. ચારેય વ્યક્તિ રવિવારની સવારે પોતાના ઘરથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ફર્યા ન હતા, બાળકોના માતા-પિતાએ સોલાદેવનહલ્લી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના બાળકો વધુ સમય અમૃતવર્ષિની સાથે રહેતા હતા, તેમજ બાળકોને સાથે લઈને ચાલી ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…