વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સુરતના વેપારીએ સંકેલી દેહલીલા- મરતા પહેલા ધ્રુસકે-ધ્રુસકે રડતા કહ્યું… જુઓ વિડીયો

Published on: 11:23 am, Fri, 13 January 23

ગુજરાત(Gujarat): રાજ્યમાં આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. ત્યારે હાલમાં જ વધુ એક આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. વ્યાજખોરોના ત્રાસ(Harassment of usurers)થી કંટાળીને વધુ એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરત(surat)માં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. ઝેરી દવા ગટગટાવીને વ્યક્તિએ મોતને વ્હાલું કર્યું છે.

ગત 22મી ડિસેમ્બરના રોજ સુરતના ઉધના વિસ્તારમાં રાજસ્થાની યુવક દ્વારા ફાંસોખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આપઘાત પહેલા યુવકે સુસાઈડ નોટ લખીને પોતાની પીડા જણાવી હતી. સાથે જ આત્મહત્યા કરતા પહેલા અંતિમ વીડિયો બનાવીને મિત્રને મોકલ્યો હતો.

મૂળ રાજસ્થાનના રહેવાસી દીનારામ જાટ નામના યુવકે 22 ડીસેમ્બરે જીવન ટુંકાવ્યું હતું. તેને વ્યાજનું ટેશન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પઠાણી ઉઘરાણી બીજું કોઈ નહીં. પરંતુ, તેના સગા બનેવી દ્વારા કરવામાં આવતી હતી. આ સાથે રાજસ્થાનના અન્ય ત્રણ વ્યક્તિ દ્વારા પઠાણી ઉઘરાણી અને માર મારવાની ધમકી આપવામાં આવતી હતી. મળી આવેલી સુસાઇડ નોટમાં સાળા ઉપરાંત અન્ય 3 લોકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મૃતક દીનારામ ફર્નિચરનું કામ કરતો હતો. સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય બાબતને લઈ અણબનાવ ચાલ્યા આવતા હતા. બનેવી અમરારામ દ્વારા દિનારામને બાકી નીકળતા રૂપિયા માટે ઉઘરાણી અને માર મારવાની ધમકી આપવામાં આવતી હતી. અમરારામ સહિત અન્ય 3 વ્યક્તિઓ 15 હજારના 75 હજાર રૂપિયા વસૂલ કર્યા હતાં .ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના નામના શખ્સે 15 હજારના અવેજમાં 75 હજાર દીનારામ પાસે માંગી લીધા હતા. ત્યાર બાદમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના દ્વારા વધુ 1.50 લાખની ઉઘરાણી કાઢવામાં આવી હતી.

ઉધના પોલીસને ઘટના અંગે માહિતી મળતા જ ઘટના સ્થળે પોચી ગઈ હતી. મૃતકના સંબંધીઓની ફરિયાદના આધારે ગુનો નોંધી મૃતકના બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ, અંતારામ બારીક રામ રતન જાટ, ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના જાટ સામે ગુનો દાખલ કરીને તેમને ઝડપી લેવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

મૃતક દીનારામેં આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો. જેમાં પોતાની આપવીતી વર્ણવી હતી. વિડીયો બનાવ્યા બાદ દીનારામે વિડીયો તેના મિત્રને મોકલ્યો હતો. વીડિયોમાં તેને લખેલી સુસાઈડ નોટ પણ બતાવી હતી. સુસાઈડ નોટ બતાવતાં કહ્યું હતું કે, જે પ્રોબ્લેમ છે એ આ કાગળમાં લખી નાખી છે. મને એ લોકો ખૂબ હેરાન કરે છે. એમ પણ તે વારંવાર બોલતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

મૃતકે તેના મિત્રને મોકલેલા વીડિયોમાં કહ્યું હતું કે, ‘મા ઔર અનુ/ટપુ માફ કરના, ઔર મેરી બહેના, આજ જો કુચ કરને જા રહા હૂં. ઈસકે લિયે મૈં આપસે માફી માગતા હૂં. મૈં પરેશાન હો ગયા હૂં. અમરચંદ આત્મારામ બારીક પ્રોફેસર 1.50 લાખ કા આઠ લાખ માગ રહા હૈં. જો રોજ દિન મેં પચાસ ફોન કરતા હૈ. ઔર નિકુંજ ભાઈ કા બહોત બહોત ધન્યાવાદ કરતા હૂં. જો સુરત મેં મેરો કો બહુત સપોર્ટ કિયા ઔર મેં સુખારામ ડો.બલદેવજી પાંચકાકાજી આપસે માફી ચાહતા હૂં. આપ લોકો કે પરિવાર મેરે કો બહોત સપોર્ટ કી. મેરી બાઈ ઔર મેડમ ઔર રામ રતન દિદાસ, પૂનારામ હિદાસ કાલા ઔર ધર્મેન્દ્ર મુન્ના ધોલેરાવ ખુર્ત રૂપારામને મુજે 15000 દિયા એક સાલ પહેલે, ઉનકો 72 હજાર વાપીસ દે દિયા ઔર એક આઈફઓન મેરે સે લોન કર દિયા. ઉસકી વો એક ભી કિસ્ત નહિ દી. 10 હજાર મહિને કી કિસ્તથી વો ભી અમરચંદ કે સાથ મિલકે બહોત પરેશાન કિયા હૈ ઔર અબ ભી કર રહા હૈ. આપ કે ભરોસે હી આજ અભી પાંચ બજે દુનિયા સે જા રહા હૂં. આપ માફ કરના દિનારામ…મૈં મુનીબેન ઔર સુરબાબેન સે માફી માગતા હૂં, મેરે પાસ બે મિસ્ત્રી હે ખિવરાજ ઔર પપ્પુ ઉનકા કોઈ દોષ નહિ હૈ..બાકી આજ કે મેરે ફોન મેં વીડિયો બનાવાયા હુઆ…’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…