ગુજરાતીઓ જર્સી કાઢીને થઈ જાવ તૈયાર: 28 તારીખ સુધી ગુજરાતના આ શહેરોમાં પડશે હાંજા ગગડાવતી કાતિલ ઠંડી

336
Published on: 5:53 pm, Sat, 22 January 22

તાજેતરમાં હવામાન વિભાગ અનુસાર હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તા. 23 થી 28મી જાન્યુઆરી દરમિયાન 6 દિવસ ઠંડીનું જોર વધવાની શક્યતા છે. આ ઉપરાંત, અમદાવાદનું તાપમાન 7 ડિગ્રી થવા સાથે આકરી ઠંડી પડવાની શક્યતા છે.

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગના નિષ્ણાંત અંકિત પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર પુર્વીય રાજ્યોમાં તેમજ વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર સર્જાતા તારીખ 23 થી 28મી જાન્યુઆરી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જેને લઈને સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં 10 વર્ષ બાદ લધુત્તમ તાપમાનનો પારો 7 ડિગ્રીથી નીચે જાય તેવી શક્યતા છે.

જણાવી દઈએ કે, ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 23મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે. જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અનુભવ થશે.

સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ 7 ડિગ્રી તાપમાનની શક્યતા બતાવવામાં આવી છે. આમ, આગામી દિવસોમાં ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…