હોળી દહન દરમ્યાન અગ્નિમાં નાખી દો આ એક વસ્તુ- ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

Published on: 11:26 am, Mon, 6 March 23

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના સમયે કેટલીક વસ્તુઓ ચઢાવવી ખુબજ શુભ માનવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 6 માર્ચે કરવામાં આવશે. ત્યારે અગ્નિદાહ સમયે આ વસ્તુઓ અર્પણ કરવાથી જીવનમાં સફળતા અને પ્રગતિ થાય છે. હિન્દુ ધર્મમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર એટલે હોળી છે.

હિંદુ કેલેન્ડર અનુસાર હોલિકા દહન ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. હોલિકા પૂજન ચોક કે ઉદ્યાનમાં કરવામાં આવે છે. હોલિકાને શુભ મુહૂર્તમાં બાળવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકાને સળગતા પહેલા પૂજા કરવામાં આવે છે. આ દિવસે હોલિકામાં કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે.

એવું કહેવામાં અવી રહ્યું છે કે, હોલિકા દહન કરતી વખતે કેટલીક વસ્તુઓ ચઢાવવાથી વ્યક્તિને નોકરી ધંધામાં સારો લાભ મળે છે વળી સાથે સાથે દરેક ક્ષેત્રમાં સફળતાની સીડી ચઢે છે. આવા ઉપાયો કરવાથી ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. ચાલો જાણીએ કે, અગ્નિમાં 7 માર્ચે હોલિકા દહન કરવાથી કઈ વસ્તુઓ લાભદાયક રહેશે.

શેરડી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનની અગ્નિમાં શેરડી ચઢાવવી અને શેકવી ખુબજ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ શેરડીને આગમાં શેકીને ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખુબજ સારું રહે છે. કેટલાક લોકો અગ્નિમાં શેરડીનો ભોગ પણ ચઢાવે છે.

ઘઉંના પોક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનની અગ્નિમાં ભોજન પણ ચઢાવવામાં આવે છે. ફાલ્ગુન મહિના દરમિયાન ઘઉંનો પાક પણ ખેતરોમાં આવી જાય છે. ત્યારે હોલિકાને ભોજન સ્વરૂપે અન્નકૂટ અર્પણ કરવામાં આવે તે શુભ માનવામાં આવે છે. તમે શેરડી સાથે બાંધેલી 5 ઘઉંની લળીઓ પણ હોલિકા દહનની અગ્નિમાં અર્પણ કરી શકો છો. આવું કરવાથી વ્યક્તિના ઘરમાં અન્નપૂર્ણા માતાની કૃપા હંમેશા બની રહે છે.

ચોખા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનની અગ્નિમાં ચોખા નાખવાની પ્રથા પણ ખુબજ જૂની છે. આ કરવાથી સારો લાભ થાય છે. માનવામાં આવે છે કે, ચોખાના રૂપમાં વ્યક્તિ તેના શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તેથી તમે હોલિકા દહનના સમયે અગ્નિમાં ચોખા નાખો તે ખુબજ શુભ માનવામાં આવે છે.

પતાશા
એવું પણ કહેવામાં આવે છે કે, પતાશા માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. ત્યારે હોલિકા દહનના સમયે અગ્નિમાં પતાશા અર્પણ કરવાથી દેવી માં લક્ષ્મી ખુબજ પ્રસન્ન થાય છે અને ઘરમાં માં લક્ષ્મી કાયમ નિવાસ કરે છે.

ગાયના છાણાં
હોળી આવે તે પહેલા ગાયના છાણાં બનાવવામાં આવે છે. હોલિકા દહનના દિવસે એક પછી એક 5-5 છાણાં જોડીને પાંચ જોડી બનાવામાં આવે છે. ત્યાર બાદ સાંજે વિધિવત પૂજા કર્યા બાદ હોલિકા દહનના સમયે તેને અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે. આ વસ્તુઓ ચઢાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…