
બે દિવસ પહેલાં કમોસમી વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો હતો, જેના કારણે ઘણાં ખેડૂતોના પાક પર અસર જોવા મળી છે. પરંતુ ફરી એકવખત હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઇ રહી છે.
પવનની પેટર્ન દરિયાઇ થઇ જતાં સોમવારે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે.
આજે સુરત, તાપી, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુકું રહેવાની સાથે જ હવામાં ભેજ હોવાથી લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી અનુભવાશે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘડાટો નોંધાય શકે છે.
કપાસ, મગફ્ળીનો ચારો અને ખેતજાણસો વાડી ખેતરોમાં પડી હોવાથી નુકસાન થવાની દહેશત ઉભી થઈ છે. તાલાલાના આંકોલવાડી, હડમતિયા, મંડોરણા, બામણાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અર્ધાથી સવા ઈંચ વરસાદ પડયો હતો. અન્ય વિસ્તારમા છાંટા પડયા હતા. ગીર પંથકમાં અર્ધાથી સવા ઈંચ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે.
સુરત શહેર અને જિલ્લામાં સાથોસાથ બફારો પણ અનુભવાતો હતો. અલગ-અલગ તાલુકામાં નામ માત્રનો વરસાદ હતો. સતત બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના ખુબ જ વધી રહી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…