આપણે દરેકે પાણીમાં ચાલતું વિશાળ વહાણ જોયું જ હશે. ભલે ફોટા કે વિડીયોમાં જોયું હોય… તેનું ભાડું પણ ઘણું વધારે છે. પરંતુ ત્રણ લોકોએ ટિકિટ વિના 3200 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. 11 દિવસની આ ભયાનક યાત્રામાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વહાણના નીચેના ભાગમાં એક સુકાન છે, જ્યાં આ ત્રણ લોકોએ બેસીને આ યાત્રા પૂર્ણ કરી હતી. વાસ્તવમાં સુકાન કોઈપણ વહાણને દિશા આપવાનું કામ કરે છે. તે વહાણના તળિયે પાણીને સ્પર્શે છે. ટિકિટ વગર આ લોકોએ નાઈજીરિયાથી કેનેરી આઈલેન્ડ સુધી મુસાફરી કરી હતી. સોમવારે સ્પેનિશ કોસ્ટ ગાર્ડ દ્વારા તેમની તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં આ લોકો Atithini II નામના ઓઇલ ટેન્કરના સુકાનની ટોચ પર બેઠેલા જોવા મળે છે.
અધિકારીઓએ જણાવ્યું કે, લાંબી અને ભયાનક યાત્રાને કારણે આ લોકો હાઈપોથર્મિયા અને ડીહાઈડ્રેશનનો શિકાર બન્યા છે. એક નિષ્ણાતે કહ્યું કે આ પહેલો કિસ્સો નથી. જેઓ ટિકિટ વિના મુસાફરી કરે છે તેમને નસીબ હંમેશા સાથ આપતું નથી. હકીકતમાં, Atithini II નામનું એક જહાજ 17 નવેમ્બરના રોજ નાઇજિરીયાના લાગોસ શહેરથી રવાના થયું હતું. 11 દિવસમાં તેણે 3200 કિલોમીટરનું અંતર કાપ્યું અને સ્પેનિશ સરહદમાં પ્રવેશ કર્યો.
સતત 15 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો દરિયામાં રહ્યો આ છોકરો
ટિકિટ વિના મુસાફરી કરવાનો આ પહેલો કિસ્સો નથી. વર્ષ 2020 માં, એક 14 વર્ષનો નાઇજિરિયન છોકરો લાગોસથી જહાજમાં 15 દિવસની મુસાફરી કરીને સ્પેન આવ્યો હતો. આ દરમિયાન તેણે દરિયાનું પાણી પીધું અને સુકાનની ઉપરના ખાડામાં સૂઈ ગયો. સ્પેનના આંતરિક મંત્રાલયના રિપોર્ટ અનુસાર, 11600 લોકો દરિયામાં બોટ દ્વારા મુસાફરી કરીને દેશમાં પ્રવેશ્યા છે. તેમાં હજારો આફ્રિકન શરણાર્થીઓ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…