સાવ નજીવી વાતે વેરવિખેર કર્યો આખો પરિવાર- પત્નીને ડૂબતી જોઈ પતિએ ઝંપલાવ્યું તો પુત્ર-પુત્રવધુને ડૂબતા જોઈ માતાએ પડતું મુક્યું

Published on: 11:01 am, Thu, 25 May 23

Three Members Of The Same family Drowned In Surat: સુરતમાં કેનાલમાં જંપલાવી ડૂબવાનો મામલો સામે આવ્યો છે. સુરતના માંડવી (Mandvi, Surat) તાલુકામાં રહેતા કાળીદાસ છગનભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કાળીદાસ, તેમના પત્ની શીલાબેન અને પુત્ર નરેશ અને પુત્રવધુ મનીષા સાથે રહેતા હતા. તેમના દીકરા નરેશના લગ્ન એક વર્ષ પહેલાં જ મનીષા સાથે થયા હતા. નરેશ પહેલા તડકેશ્વર ખાતે ફેક્ટરીમાં નોકરીએ જતો હતો પરંતુ છેલ્લા છ મહિનાથી નોકરીએ જવાનું છોડી દીધું હતું.

ગત શુક્રવારના રોજ નરેશ અને મનીષા વચ્ચે નોકરીએ જવા બાબતે ઝઘડો થયો હતો, જેનાથી મનીષા રિસાઈને ઘરેથી ચાલતા ચાલતા કાકરાપાર નહેર તરફ ચાલવા લાગી હતી. કોઈ અંતિમ પગલું ન ભરે તે માટે પતિ નરેશ અને સાસુ શીલાબેન તેને રોકવા પાછળ ગયા હતા. નરેશ પત્નીને સમજાવે તે પહેલા જ પત્નીએ નહેરમાં ઝંપલાવી દીધું હતું.

નજર સામે જ પત્નીને ડૂબતી જોઈ પતિ નરેશ એ પણ નહેરમાં ઝંપલાવ્યું લાવ્યું હતું. સાથે જ નજર સામે દીકરા અને પુત્રવધુ ને ડૂબતા જોઈ સાસુએ પણ નહેરમાં ભુસ્કો માર્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને ત્રણેયની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન શુક્રવારે સાંજના સમયે સાસુ શીલાબેનનો મૃતદેહ મળ્યો હતો, પરંતુ હજુ સુધી પત્ની મનીષા અને નરેશનો કોઈ પત્તો ન લાગતા શોધખોળ શરૂ કરી હતી.

રાતદિવસ એક કરીને શોધખોળ કરી રહેલા ફાયર જોવાનો અને આજે નરેશનો મૃતદે મળ્યો હતો. બોરીગાળા ગામની સીમમાં પસાર થતી કેનાલમાંથી નરેશનો મૃતદેહ મળ્યો હતો. સાથે જ પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી દીધો હતો. આ દરમિયાન હજુ સુધી મનીષાનો કોઈ પણ પત્તો નથી. પરણીતાની શોધખોળ માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં સુખની લાગણી છવાઈ ગઈ છે. સાવ એટલે સાવ ન જીવવી બાબતે વેરવિખેર કરી નાખ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…