ભરૂચમાં મકાન ધરાશાયી થતા એક જ પરિવારનાં ત્રણ લોકોનાં કમકમાટી ભર્યા મોત, 2 ઘાયલ

Published on: 11:25 am, Mon, 21 March 22

અવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતાં જ રહે છે. કોઈવાર માર્ગ અકસ્માત તો કોઈવાર મકાન ધરાશાયી અકસ્માત. ભરૂચ(Bharuch)માં એવો જ એક ભયંકર અકસ્માત સર્જાયો છે. ભરૂચમાં આજે સવારે  બંબાખાનાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવમાં એક મકાન ધરાશાયી થયું છે. જેમાં ઊંઘમાં આખો પરિવાર કાટમાળ નીચે દબાય ગયો છે.

આ ધરાશાયીમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે તે પરિવારના માતા પિતા સારવાર હેઠળ છે. ઘટનાની જન થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધડાકાભેર મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ દોડીને આવી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, શહેરના કુંભારિયા ઢોળાવમાં આવેલું એક મકાન ધરાશાયી થયું છે. જેમાં એક છોકરો, બે યુવતીના મોત નીપજ્યા છે. જ્યારે એક યુવતીનો આબાદ બચાવ થયો છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. આ પરિવાર રાતે આ મકાનમાં સૂતો હતો ત્યારે જ અચાનક ઉપરથી મકાન ધરાશાયી થયું હતુ.

જેના કાટમાળમાં સૂતેલો પરિવાર દબાયો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ગોઝારી ઘટના બાદ પરિવાર પર જાણે પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છે. પરિવારના ત્રણ બાળકોના મોત નીપજ્યાના સમાચાર આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…