વડોદરાનો આ પટેલ યુવાન ખાવાની ચમચી બનાવી કરી રહ્યો છે કરોડોની કમાણી

Published on: 12:17 pm, Mon, 6 December 21

ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાન ધરાવતો દેશ છે. પરંતુ હાલના સમયમાં આજના યુવાનો ભણીગણીને વિદેશ જવાનું વધારે પસંદ કરતા હોય છે. આવા સમયે વચ્ચે પણ ઘણા યુવાનો એવા છે કે, પોતાની કોઠાસુઝથી એવી સિદ્ધિ હાંસલ કરી બતાવે છે કે, કોઈએ ક્યારેય વિચાર્યું પણ ના હોય. અહિયાં આવા જ એક પટેલ યુવાનની વાત અંહીયા થઇ રહી છે, કે જેમણે પોતાની કોઠાસુઝથી એવો ધંધો શરૂ કર્યો કે, હાલમાં કરોડોમાં કમાણી થઈ રહી છે અને લોકોને પણ ફાયદો થઇ રહ્યો છે.

વડોદરાના કુર્વિલ પટેલે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે, પરંતુ વર્ષ 2017માં તેઓ સાથે એક ઘટના સર્જાઇ હતી. તેમણે જોયું કે, રસ્તા પર પ્લાસ્ટિકની કેટલીય ચમચીઓ પડી છે, આ જોઈને કૂર્વિલને મનમાં વિચાર આવ્યો હતો કે, ‘જો વ્યક્તિ આ ચમચી પણ ખાઈ શકે તો?’. આજ વિચાર પર કૂર્વિલ સતત વિચારવા લાગ્યો હતો. અને ત્યારબાદ એક એવો ધંધો શરૂ કર્યો હતો જેમાં ખાવાની ચમચીઓ બનાવી શકાય. શરૂઆતમાં બીજા પાસેથી રૂપિયા લઇને આ યુવાને ધંધામાં ચાર લાખ રૂપિયા રોક્યા હતા. દિનરાતની સખત મહેનત અને લગનના કારણે આ યુવાનને છેવટે સફળતા મળી હતી.

આ ધંધા પાછળ કુર્વીલે ઘણું રિસર્ચ કર્યું હતું ત્યારબાદ આ કંપનીની શરૂઆત કરી હતી. હાલના સમયમાં કુર્વીલની સાથે ૭૦ થી વધુ લોકો કામ કરે છે અને પોતે રોજગારી મેળવે છે. સાથોસાથ જાણવા મળ્યું છે કે તેની કંપની પાંચ કરોડ રૂપિયાનું ટર્નઓવર પણ કરી રહી છે. તેમનો એક આ વિચાર ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત થયો છે. આ કંપનીમાં બનતી ચમચીઓ હાલ ૩૦થી વધુ દેશોમાં એક્સપોર્ટ થઈ રહી છે.

સાથો સાથ આ ચમચીથી સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો થાય છે. જેમ કે પ્લાસ્ટિક મોઢામાં જવાથી ઘણી વાર વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે પરંતુ આ ચમચીના સેવનથી સ્વાથ્યનું પણ સારું ધ્યાન રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…