યમરાજ ને પણ આપ્યો પડકાર: આ યુવતી 7 કિલો નું હદય બેગમાં રાખીને જીવે છે જીવન

Published on: 12:50 pm, Wed, 30 June 21

શરીરમાં ધબકતું હ્વદય જ માણસના જીવંત હોવાની નિશાની હોય છે પરંતુ ઇસ્ટ લંડનમાં રહેતી ૩૯ વર્ષની સલવા હુસેન નામની મહિલાના શરીરમાં હ્વદય જ નથી. તેના શરીરને લોહીનો પુરવઠો ૭ કિલો વજન ધરાવતી બેટરીવાળા મશીનથી પુરો પાડવામાં આવે છે. ૭ કિલો વજન ધરાવતું કૃત્રિમ હ્વદય ગણાતું ખાસ મશીન બેગમાં લઇને ફરે છે. તે ગમે ત્યાં હરે ફરે હ્વદય ભરેલી બેગ હંમેશા તેની સાથે રહે છે. મળેલ માહિતી અનુસાર આ મહિલાને એક વર્ષ પહેલા ઘરમાં એકલી હતી ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો.

તે ખૂબજ હિંમત રાખીને સારવાર માટે પોતાના ફેમિલી ડોકટર પાસે પહોંચી હતી, છેવટે જો જીવન બચાવવું હોય તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ એક માત્ર ઉપાય હતો.લંડનમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય તો લેવાયો પરંતુ સલવા હુસેનની તબિયત સારી ન હોવાથી શકય બન્યું ન હતું. મહિલાના શરીરમાં હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટ ન થઇ શકયું તેના સ્થાને આધૂનિક ડિવાઇસ પર રાખીને જીવાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સલવાનો જીવ બચાવવા માટે શરીરને કૃત્રિમ હ્વદય પર રાખવું એ જ એક માત્ર ઉપાય બચ્યો હતો.

કૃત્રિમ હ્વદય ગણાતું મશીન બે બેટરીથી સંચાલિત એક પ્રકારનું ડિવાઇસ છે. સલાવ માટે હવે આ બે બેટરીઓ વાળું મશીન જ જીંદગી બની ગયું છે જે હંમેશા તેની સાથે જ રાખી ને ફરે છે.સલવા હુસેન બ્રિટનમાં શરીરમાં હ્વદય વિના જીવતી એક માત્ર વ્યકિત છે આથી તેની સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. લોકો નાની મોટી બીમારીમાં હતાશ થઇ જતા હોય છે પરંતુ સલવા હંમેશા ખૂશ મિજાજ રહે છે. સલવા બે બાળકોની માતા સલવા જેમ હ્વદય ભરેલી બેગ ખોળામાં લઇને બેસે છે. બહાર નિકળે ત્યારે હાથમાં રાખે છે.

મશીન વડે શરીરને લોહીનો પુરવઠો આપવો એ એક સાયન્સ છે પરંતુ મહિલાનું અભયપણું, મજબૂત મન અને જુસ્સાને સૌ સલામ કરી રહયા છે. લોકો નાની વાતમાં હિંમત હારી જતા હોય છે.સલવા હુસેનની છાતીમાં પાવર પ્લાસ્ટિક લગાવવામાં આવ્યા છે જેમાંથી બે પંપ પાઇપ બહાર નિકળે છે.

બે બેટરીઓ દ્વારા મોટરથી સંચાલિત પંપ ચેમ્બર્સને હ્વદયની જેમ શરીરને લોહીનો પુરવઠો પુરો પાડે છે. આ ચેમ્બર્સ સલાવાની છાતી માં ભાગ માં છે જયારે પંપ,મોટર અને બેટરીઓ શરીરની બહાર છે. આ ત્રણેય ડિવાઇસને એક બીજા સાથે જોડીને બેગમાં રાખવામાં આવ્યા છે.