ફક્ત પાંચ ચોપડી પાસ આ મહિલાએ પશુપાલનમાં રચ્યો ઈતિહાસ- હાલમાં કરે છે 25 લાખની ચોખ્ખી કમાણી

116
Published on: 6:49 pm, Fri, 16 September 22

ઉંચી ડીગ્રી ધરાવતા હોવા છતાં આજના યુવાનોનું મન ખેતી તથા પશુપાલન તરફ વળી રહ્યું છે. આની પાછળનું એકમાત્ર કારણ એ રહેલું છે કે, ગામડામાં રહેતા લોકો આ બન્ને વ્યવસાયમાંથી એટલી કમાણી કરી રહ્યા છે કે, જેને જાણીને કેટલાક લોકો દંગ રહી જતા હોય છે.

આની સાથે-સાથે જ મહિલાઓ પણ પશુપાલન ક્ષેત્રે ખુબ નામના ધરાવી રહી છે ત્યારે હાલમાં પણ આવી જ એક મહિલાની સફળતાની કહાનીને લઈ જાણકારી સામે આવી છે. આપણા જીવનમાં એવા કેટલાક લોકો દેખાતા હોય છે કે, જેઓ આગળ વધવા માટે ખુબ મહેનત કરતા હોય છે.

આવી જ એક મહિલા વિષે આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ ત્યારે આપને જણાવી દઈએ કે, આ મહિલાનું નામ બીટાના દેવી છે કે, જેઓ ઉત્તરપ્રદેશના લખનૌમાં આવેલ મોહનલાલગંજ નિગોહાના મીરખ નગર ગામનાં રહેવાસી છે. તેઓએ તેમના જીવનમાં ખુબ મહેનત કરી છે. આપને જાણીને નવાઈ લાગશે કે, તેઓએ પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.

ત્યારબાદ એમના જીવનમાં આગળ વધવા માટે પશુપાલન કરવાનું નક્કી કર્યું હતું તેમજ બાદમાં તેઓએ 28 વર્ષની ઉંમરે ફક્ત 2 ગાયની ખરીદી કરી હતી તેમજ કામ પણ શરુ રાખ્યું હતું. આ દરમિયાનતે એમણે એક દીકરાને જન્મ આપ્યો હતો બાદમાં તેઓએ વર્ષ 1990 માં તેમને એક વ્યક્તિએ પશુપાલન તથા ડેરી ઉદ્યોગમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

જેથી તેઓએ ધીમે ધીમે ગાયો-ભેંસોની ખરીદી કરી હતી. તેઓ દૂધમાંથી જે પૈસા આવતા એમાંથી અન્ય નવી ભેંસ ખરીદતા હતા. તેમની પાસે ધીરે-ધીરે 40 જેટલા દૂધ આપતા પશુઓ થઇ ગયા હતા. તેઓએ સંપૂર્ણ વર્ષ દરમિયાન 50,000 લિટરથી પણ વધુ દૂધ ભરાવે છે તેમજ 25 લાખ રૂપિયાની કમાણી કરે છે.

હાલમાં તેમને હવે આગળ 100 ગાયો-ભેંસનો તબેલો કરવાની ઈચ્છા રહેલી છે કે, તેઓને કેટલાક એવોર્ડ પણ મળ્યા છે આની સાથે જ તેઓએ કેટલીક મહિલાઓને પણ પ્રોત્સાહિત કરી હતી. હાલમાં તેઓ હવે 100 ગાયોના તબેલા સુધી પહોંચવા માંગે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…