મોંઘવારીના માર વચ્ચે પણ ગુજરાતની આ મહિલા દરરોજ હજારો ભૂખ્યાને ભરપેટ જમાડે છે

133
Published on: 9:55 am, Wed, 22 December 21

કહેવાય છે કે આપણો દેશ પ્રગતિના પંથે ઘણો આગળ વધી ગયો છે. પરંતુ જો વાત ગરીબી અને શિક્ષણની આવે તો આપણો દેશ આજે પણ તે બાબતે ખૂબ પછાત છે. આપણા દેશમાં દરરોજ સેંકડો ગરીબો ભૂખને કારણે તેમના પ્રિયજનોને ગુમાવે છે. દેશના ગરીબોને 2 ટાઈમની ખાવા રોટલી પણ નસીબમાં નથી. જેના કારણે વ્યક્તિને ઘરે ઘરે જઈને ભીખ માંગવી પડે છે. જયારે ઘણા લોકો રાત્રે ફૂટપાથ પર ભૂખ્યા પેટ સુવે છે તો ઘણા રેલ્વે સ્ટેશન પર. ત્યારે એવા લોકોની મદદ માટે કોઈક દયાળુ વ્યક્તિ ચોક્કસ આગળ આવે છે અને તે ગરીબોના દુ:ખને પોતાનું દુ:ખ સમજીને મદદ કરે છે. જયારે આવું જ એક નામ લવલી પટેલનું કહેવામાં આવે છે જે ગરીબોની મદદ કરે છે.

કહેવાય છે કે લવલી પટેલ દરરોજ હજારો લોકોને ભોજન કરાવે છે. લવલી પટેલ જે કામ કરી રહી છે તે અત્યંત પ્રેરણાદાયી છે. કહેવામાં આવે છે કે લવલી પટેલે શરૂઆતમાં માત્ર 2 ટિફિન બનાવીને કામ શરૂ કર્યું હતું, જે કામ આજે ઘણું મોટું બની ગયું છે.

ફક્ત 2 ટિફિન દ્વારા કામ શરુ કર્યું: કહેવાય છે કે લવલી પટેલ ગુજરાતના જામનગરના રહેવાસી છે. તેમજ આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશમાં ગરીબી એટલી બધી છે કે લોકોને પેટ ભરવા માટે ખાવાનું પણ નથી મળતું અને ભૂખ્યા પેટ જ સુવું પડે છે. જેથી તેણી તેમની ભૂખ સંતોષી શકે તેમજ ભૂખમરો અને ગરીબી હટાવવા માટે તેણીએ ગરીબો માટે લગભગ 35 વર્ષ પહેલા ટિફિન બનાવવાનું શરૂ કર્યું હતું. લવલીએ જ્યારે પોતાનું કામ શરૂ કર્યું ત્યારે તેની પાસે શરુઆતમાં વધારે પૈસા નહોતા જેના કારણે તેણે માત્ર 2 ટિફિનથી કામ શરૂ કર્યું હતું. તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી, છતાં પણ તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. અને ગરીબોને ભોજન કરાવતી હતી.

ભલે તેણીએ ફક્ત 2 ટિફિનથી શરૂઆત કરી હતી પરંતુ આજે તે દરરોજ 1 હજાર લોકોને ભોજન આપી રહી છે. તેમણે તેમના જામનગરમાં ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ ખોલ્યું છે. આજે તે કામ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જેથી લોકોને સંતોષ મળે અને તેઓ ખુશ રહી શકે. તેમણે કહ્યું કે એકવાર અમે હરિદ્વાર જઈ રહ્યા હતા ત્યારે અમે કેટલાક ભૂખ્યા લોકોને જોયા, ત્યાર પછી નક્કી કર્યું કે અમે તેમની ભૂખ સંતોષવા માટે તે કામ કરીશું જેનાથી તેઓ ખુશ થશે.

તેણે કહ્યું કે મને આર્થિક પરિસ્થિતિને કારણે ઘણી વખત સામનો કરવો પડ્યો હતો, પરંતુ મેં હાર્યા વિના મારું કામ ચાલુ રાખ્યું અને આગળ, મારા કાર્યનો વ્યાપ વિસ્તરવા લાગ્યો અને લોકો પણ મદદ માટે આગળ આવવા લાગ્યા. હવે અમે એવા વ્યક્તિને ખવડાવીએ છીએ જેઓ તેમના દર્દીઓને જીજી હોસ્પિટલમાં લાવે છે.

લોકોના ઘરે જઈને પણ આપવામાં આવે છે ભોજન: તેમની ટીમ જરૂરિયાતમંદ પરિવારોના ઘરે પણ જાય છે અને તેમને ભોજન આપે છે. આટલું જ નહીં હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ મફતમાં દવાઓ આપે છે. તેણી 200 થી વધુ જરૂરિયાતમંદોને મીઠું, તેલ, અનાજ વગેરે ધરાવતી મફત ફૂડ કીટ પણ આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…