આ મહિલાઓ ખેતરમાં નહિ બોરીઓમાં કરી ખેતી- આજે આ પદ્ધતિથી ખેતી કરીને વર્ષે કરે છે લાખો કમાણી

307
Published on: 5:17 pm, Tue, 28 December 21

દેશમાં આપણે ઘણા યુવક અને યુવતીઓને અલગ-અલગ પ્રકારની ખેતી કરતા જોતા હોઈએ છીએ. જેમાંથી સારું ઉત્પાદન મેળવતા હોય છે અને ખુબ સારી કમાણી પણ કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિષે વાત કરીશું. આ પદ્ધતિથી ખેતી કરીને ખેડૂતો ઘણો સારો નફો કમાઈ રહ્યા હતા. જણાવી દઈએ કે, આ ખેતી ખેડૂતો બોરીઓમાં કરતા હતા. તેથી આ પદ્ધતિને જવાહર મોડલ નામ આપવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, આ પદ્ધતિથી ખેતી જ્યોતિ પટેલ કરી રહ્યા હતા. જ્યોતિબેન ઘણા વર્ષોથી ખેતી કરતા હતા પરંતુ હવે જ્યોતિબેનને જવાહર મોડલ અપનાવીને ખેતી કરવાની શરૂ કરી હતી. આ પદ્ધતિથી ખેતી કરવાથી જ્યોતિબેનને ખુબ સારો નફો મળતો હતો. તેથી જ્યોતિબેનને તેમના ખેતરોમાં જવાહર મોડલથી અરહરના છોડ વાવ્યા હતા.

જણાવી દઈએ કે, હાલમાં જ્યોતિબેનની ઉંમર વર્ષ છે અને તે મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં રહેતા હતા. જ્યોતિબેનની સાથે સાથે તેમના ગ્રુપની બીજી મહિલાઓએ પણ આ પદ્ધતિથી ખેતી કરવાની શરૂ કરી હતી. જ્યોતિબેનને જણાવ્યું હતું કે, તેમને બોરીઓમાં તુવેરના પાકનું વાવેતર કર્યું હતું. જ્યોતિબેન પાસે વધારે જમીન ન હોવાથી તેમને આ પદ્ધતિથી ખેતી કરવાની શરૂ કરી હતી.

જ્યોતિબેનને બસો બોરીઓમાં તુવેરના પાકનું વાવેતર કર્યું હતું. જ્યોતિબેનનું કહેવું હતું કે, જો તમે જવાહર મોડલ અપનાવીને ખેતી કરો તો તમારી એક એકર જમીનમાં લગભગ બારસો બોરીની જરૂર પડે. આ ખેતીની સાથે તમે બીજા પાકની પણ ખેતી કરી શકો છો. તેથી જ્યોતિબેનને જણાવ્યું હતું કે, આ પદ્ધતિથી ખેતી કરીને જમીન, સિંચાઈ, ખાતર અને ખેડાણથી મુક્તિ મળતી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…