જે રીતે તમામ લોકોના સ્વભાવ તેમજ કામ કરવાની રીત અલગ-અલગ હોય છે એ જ રીતે એમની સુવાની રીતમાં પણ કેટલાય ફેરફાર જોવા મળતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર તથા સમુદ્રશાસ્ત્રમાં જણાવ્યું છે કે, તમારી સુવાની સ્થિતિ આપના સ્વભાવ સાથે જોડાયેલ કેટલીક બાબતો અંગે જણાવી શકે છે. તો આવો જાણીએ.
પડખું ફરીને સૂવુ:
જો કોઈ વ્યક્તિને ડાબી અથવા તો જમણી બાજુ પડખું ફરીને સુવાની ટેવ હોય તો તેનો એવો અર્થ સ્પષ્ટ થાય છે કે, તેને આરામદાયક જીવન જીવવાનું વધુ પસંદ છે. આવા લોકો સામાજિક તથા વિશ્વસનીય હોય છે. આ લોકો છેતરપિંડીનો શિકાર વધારે પડતા બનતા હોય છે.
હાથ પહોળા કરીને સૂવું:
જે કોઈ લોકોને હાથ પહોળા કરીને સુવાની ટેવ હોય તેઓ ખુલ્લા મનના હોય છે. આવા લોકો વધારે પડતા મૂડી હોય છે તેમજ એને લીધે તેઓ કોઈપણ કામ ધીરેથી કરવાનું પસંદ કરતા હોય છે. એકવખત તેઓ દૃઢ નિશ્ચય કરી લે તો તે મિનિટોમાં પણ કામ પાર પાડી દેતા હોય છે.
સાવધાનની સ્થિતિમાં સૂવું:
જે લોકો પીઠ પર સુતા હોય તો તેઓ સુરક્ષિત રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. તેમને પોતાના જીવનમાં બધું જ પરફેક્ટ જોઈતું હોય છે. તેઓ પોતાની જાતને તથા બીજા લોકોને ખુબ જ વધુ ગંભીરતાથી લેતા હોય છે. બધા જ કામ માટે અન્ય લોકો પર આધાર રાખવો તેઓ યોગ્ય નથી માનતા.
પેટના બળે સૂવું:
આ અવસ્થામાં સુતા લોકો જીવંત, ખુશખુશાલ તેમજ ખુલ્લા મનના હોય છે. આની ઉપરાંત તેઓ એકદમ સોશિયલ તેમજ બોલ્ડ હોય છે. તેઓ પોતાની મરજીથી જીવન જીવવાનું પસંદ કરતા હોય છે. આવા લોકો જીવનમાં જોખમ ઉઠાવવામાં જરાય શરમાતા નથી. લોકો તેમના અંગે શું કહે છે તેની પરવા હોતી નથી.
તકિયો પકડીને સૂવું:
જે કોઈ લોકો તકિયો પકડીને સૂઈ જાય છે તેઓ પ્રેમથી ભરેલ હોય છે. તેઓ એમના જીવનમાં સંબંધોને ખૂબ મહત્વ આપતા હોય છે. પ્રેમ આપવો તેમજ પ્રેમ મેળવવો એ ખુબ સારું લાગે છે. આવી સ્થિતિમાં તેમનું જીવન આનંદથી હસીને પસાર થાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…