માત્ર ત્રણ વસ્તુઓનું સેવન કરીને વર્ષો જુના રોગોમાંથી મેળવો આજીવન મુક્તિ

Published on: 6:16 pm, Wed, 1 June 22

હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે, અને ચોમાસું બેસું બેસું થાય છે અને તેના લીધે મિશ્ર પ્રકારનું વાતાવરણ થઇ ગયું છે, જેની સીધી અસર આપણા સૌંના સ્વાસ્થ્ય પર પડે છે. તેના કારણે આપણા શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થતી જોવા મળે છે. તેથી આપણા શરીરમાં થતી બીમારીઓને દૂર કરવા માટે આપણે ઘણા પ્રયત્નો અને ઉપાયો કરતા હોઈએ છીએ પણ ઘણી વાર તો આપણા શરીરમાંથી દૂર થતી જ નથી.

મધ એક એવો ખાદ્ય પદાર્થ છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવવાનું કાર્ય કરે છે. ઔષધીય ગુણોથી ભરપુર હોવાને કારણે તે અલગ-અલગ રૂપોમાં ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. વિટામીન-સી સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જ્યારે તેનું સેવન જો મધ સાથે કરવામાં આવે તો તે આપણને ઘણા પ્રકારનાં ફાયદા પહોંચાડી શકે છે.

ઘણા વૈજ્ઞાનિક અભ્યાસોમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છેકે, જાડાપણાને કારણે ટાઈપ 2 ડાયાબિટીસ અને ઘણા પ્રકારનાં કેન્સરનો ખતરો વધી જાય છે. એટલા માટે જાડાપણાની સમસ્યાથી બચતા રહેવા માટે દરેક સંભવ પ્રયાસો કરવા જોઈએ, જાડાપણું ઘટાડવા માટે લીંબુ અને મધને ગરમ પાણીની સાથે પીવું જોઈએ. આ વજન ઘટાડવામાં અસરકારક હોય છે.

મધ અને લીંબુનું સેવન કરવાનાં ફાયદાઓ અગણિત છે, અઢળક રોગોનો રામબાણ ઈલાજ છે ચાલો તમને આજે આવા સમયે ઉપયોગી થનાર ફાયદાઓ જણાવીએ. ઈમ્યુનિટી વધારવા માટે તમે મધનો ઉપયોગ કરવા વિશે ઘણું સાંભળ્યું હશે, જ્યારે વિટામિન સીથી ભરપુર લીંબુનું સેવન કરવાથી ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ મળે છે.

જ્યારે મધ અને લીંબુનું સેવન જો ડ્રિંકનાં રૂપમાં કરવામાં આવે તો મૂડને બુસ્ટ કરવામાં પ્રભાવીરૂપથી કાર્ય કરશે. ડ્રિંક તૈયાર કરવા માટે એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ એક ગ્લાસ પાણીમાં મેળવીને તૈયાર કરી લો અને પછી તેનું સેવન કરો.

ખોરાકમાં અજમાનો ઉપયોગ પણ સદીઓથી થાય છે. આયુર્વેદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અજમો પાચનક્રિયા માટે ખૂબ જ લાભપ્રદ છે. અજમાના સેવનથી કફ, પેટ અને છાતીની તકલીફો દૂર થાય છે, તેમજ કૃમિ રોગમાં ઘણો ફાયદો થાય છે. સાથે સાથે હિચકી, જીવ ગભરાટ, ઓડકાર, અપચો, પેશાબ અટકવો અને પથરી જેવી બીમારીઓમાં લાભદાયી નિવડે છે.

ભારે શરદી અને ખાંસી થાય ત્યારે અજમાને વાટીને ઝીણો પાઉડર બનાવીને કપડામાં પોટલી બાંધી સૂંઘવો જોઈએ. પેટની ગરબડ થાય તેવા સંજોગોમાં અજમાને બરોબર ચાવીને ગરમ પાણી પી લેવું જોઈએ પાચનને લગતી તમામ પ્રકારની તકલીફોને દૂર કરવાની તાકાત અજમામાં રહેલી છે.

લીંબુ અને મધ જેમ વજન ઘટાડવામાં અસરકારક હોય છે. તેવી રીતે નિયમિત અજમા અને મધનું સેવન કરવાથી શરીરમાં વધારાની ચરબી ઓગળશે અને શરીર સ્વસ્થ રહેશે. તેમજ દાંતના પેઢામાં આવતા સોજાને દૂર કરવા માટે અજમાના તેલનાં થોડા ટીપાં હુંફાળા પાણીમાં નાંખીને કોગળા કરવાથી સોજામાં રાહત મળે છે તેમજ અજમો પાણીમાં ઉકાળી લઈ તે પાણીના દિવસમાં બે થી ત્રણ વાર કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે

ઉપર જણાવેલા તમામ ઉપાયો ઘરગુથ્થું ઉપાયો છે અને માણસોના સ્વાસ્થ્ય પર કોઈ આડ અસર પણ નથી કરતા..

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…