આખા વર્ષમાં માત્ર એકવાર અને આજના દિવસે જ ખુલે છે ગુજરાતનું આ મંદિર- ઉમટે છે લોકોની ભીડ

Published on: 2:59 pm, Fri, 27 August 21

આજે નાગપંચમીનો પરમ પવિત્ર તહેવાર છે ત્યારે નાગદેવતાના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ મંદિરોમાં જોવા મળી રહી છે ત્યારે તમામ ભક્તો નાગ દેવતાના દર્શન કરીને પૂજા અર્ચના કરવા માટે આતુર થયા છે ત્યારે બનાસકાંઠામાં આવેલ પાલનપુરનાં નાગણેજી માતાના મંદિરમાં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે.

આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે, આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર 2 વખત જ ભક્તો માટે ખોલવામાં આવે છે. જેને લીધે આજે નાગપંચમીના દિવસે અહીં દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે. બનાસકાંઠામાં આવેલ પાલનપુરના રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાનું મંદિર આવેલ છે.

આ મંદિર વર્ષમાં માત્ર 2 વખત જ ખૂલે છે. એક શ્રવણ વદ પાંચમ (નાગપંચમી) તથા નવરાત્રિના આસો સુદ આઠમના દિવસે તેના દરવાજા ખોલવામાં આવે છે. આ મંદિરની વાત કરવામાં આવે તો, પાલનપુરના નવાબ સાહેબેને સપનામાં નાગણેશ્વરી માતા આવ્યા હતા.

નવાબ સાહેબે માતાજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યા પછી નવાબ સાહેબને ત્યાં દીકરાનો જન્મ થતા નવાબ સાહેબે વર્ષ 1628માં તેમના મહેલના રાણીવાસના એક ઓરડામાં નાગણેજી માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી નાગપંચમના દિવસે હવન યજ્ઞનું આયોજન થાય છે.

આની સાથે જ નવરાત્રિમાં મહાપુજાનું આયોજન થાય છે. જેનો લાભ ખુબ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો લે છે. વર્ષમાં 2 વખત જ આ મંદિર ખૂલતું હોવાને કારણે લોકો ખુબ આતુરતાથી નાગપાંચમીની રાહ જોઈને બેસ્યા હોય છે. લોકોનું માનવું છે કે, આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે. અહીં આવવાથી લોકોની મનોકામના પૂરી થાય છે. લોકોની ભારે આસ્થા આ મંદિર સાથે જોડાયેલ છે.  

આ મંદિર નવાબ સાહેબે 1628 માં બંધાવ્યું હતું ત્યારથી જ મંદિર વર્ષમાં માત્ર 2 વાર ખોલવામાં આવે છે. આ ચમત્કારી મંદિરમાં બિરાજેલા નાગણેજી માતા ઉપર લોકોની ભારે શ્રદ્ધા રહેલી છે. અહીં માતાજીના દર્શનાર્થે દૂરદૂરથી ભક્તો આવે છે તેમજ નાગણેજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

આજનાં દિવસે અમદાવાદથી આવેલ શ્રદ્ધાળુ મહેશભાઈ ઠક્કર જણાવે છે કે, મેં ઘણા વર્ષોથી પ્રથા પાળી છે. હું દર વર્ષે અમદાવાદથી અહીં મંદિરે દર્શન કરવા માટે આવું છું. આ મંદિર ખૂબ જ ચમત્કારી છે. માતા ભક્તો ઉપર ખુબ કૃપા કરે  છે. આ મંદિરમાં હું દર વર્ષે નાગણેજી માતાના દર્શન કરવા માટે આવું છે.

આ મંદિરમાં બિરાજમાન નાગણેજી માતાની અલૌકિક મૂર્તિ ભક્તોને ભાવવિભોર કરે છે. લોકો અહીં આવીને નાગ માતાની પૂજા-અર્ચના કરીને એમની મનોકામના પૂર્ણ કરે છે. આજે નાગપંચમી હોવાને લીધે ઠેર-ઠેર નાગ દેવતાની પૂજા થતી હોય છે ત્યારે પાલનપુરમાં આ ચમત્કારી મંદિરમાં બિરાજેલ નાગ માતાના દર્શનથી તમામ દુઃખો દૂર થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…