આ મંદિરમાં આવેલો છે પાતાળલોક પહોંચવાનો રસ્તો – જાણો કેવી રીતે પહોચાય છે અહિયાં

Published on: 3:03 pm, Sat, 23 January 21

આપણા દેશમાં ઘર્મને મહાન માનવામાં આવે છે અને ભારત દેશને ધાર્મિક દેશ કહેવામાં આવે છે. કેટલીક એવી જગ્યાઓ છે કે જે વિશે આજે પણ બહું ઓછા લોકોને ખબર હોય છે.

આવું જ એક મંદિર આવેલું છે છત્તીસગઢમાં, જે લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે. રાજધાની રાયપુરથી 120 કિમીના અંતરે ખરોદનગરમાં આવેલું આ શિવ મંદિર પોતાના લિંગને લઈને પ્રસિદ્ધ છે. આ મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે.

આ પૌરાણિક શિવલિંગની સ્થાપના લક્ષ્મણે કરી હોવાનું માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ સ્થળે ભગાન રામે અહિં પર ખર અને દૂષણનો વધ કર્યો હતો. આ સ્થાન તેથી ખરૌદ તરીકે પણ ઓળખાય છે. ખરૌદનગરમાં પ્રાચીનકાળમાં અનેક મંદિરો હતા.

તેથી આ સ્થળને છોટેકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના સાથે એકે લોકવાયકા જોડાયેલી છે. ભગવાન રામે જ્યારે ખર અને દૂષણનો વધ કર્યો ત્યારે તે પછી લક્ષ્મણના અનુરોધ પર આ સ્થળે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

ગર્ભગૃહમાં છે લક્ષલિંગ
જે વિશે માન્યતા છે કે, લક્ષ્મણ દ્વારા સ્થાપિત આ શિવલિંગમાં એક લાખ છિદ્ર છે. તેથી આ શિવલિંગ લક્ષલિંગ તરીકે પણ ઓળખાય છે. આ લાખ છિદ્રોમાંથી એક છિદ્ર એવું છે કે જે પાતાળગામી છે. લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં એક શિવલિંગ છે.

આ લાખ છિદ્રોમાંથી એક છિદ્ર એવું છે કે, જે પાતાળગામી છે. કારણકે તેમાં જેટલું પણ પાણી નાંખો પણ તે તેમાં સમાઈ જાય છે. જ્યારે એક છિદ્ર અક્ષયકુંડ છે. કારણકે તેમાં હમેંશા પાણી ભરેલું જ રહે છે. લક્ષલિંગ પર ચઢાવેલું જળ મંદિરની પાછળ આવેલા કુંડમમાં ચાલ્યું જતું હોવાની પણ માન્યતા છે.

કારણકે કુંડ ક્યારેય સુકાતો નથી કે છલકાતો નથી. લક્ષલિંગ જમીનથી આશરે 30 ફૂટ ઉપર છે. આ લિંગ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે. આ મંદિર નગરના મુખ્ય દેવના સ્વરૂપે પશ્ચિમ દિશામાં આવેલું છે. આમછતાં તે પૂર્વાભિમુખ છે. મંદિરમાં ચારેય બાજુ પત્થરની બનેલી મજબૂત દિવાલ છે. આ દિવાલની અંદર 110 ફૂટ લાંબો અને 48 ફૂટ પહોળો ચબૂતરો છે.

તેના દક્ષિણ તથા ડાબા ભાગમાં એક એક શિવાલેખ દિવાલમાં લાગેલો છે. મંદિરના મુખ્યદ્વારમાં પ્રવેશ કરતાં જ સભા મંડળ જોવા મળે છે. દક્ષિણભાગના શિલાલેખની ભાષા અસ્પષ્ટછે. આથી તેને વાંચી શકાતી નથી.. કઈ ભાષા છે તે ખબર પડતી નથી.  મૂળ મંદિરમાં પ્રવેશ દ્વારા અભયપાર્શ્વમાં કલાકૃત્તિથી સુસજ્જિત બે પત્થરના સ્તંભ  છે.

એમાંથી એક સ્તંભમાં રાવણ દ્વારા કૈલાસોત્તાલન તથી અર્ધનારિશ્વરના દ્રશ્ય અંકિત છે.  તો બીજા સ્તંભમાં રામ ચરિત માનસ સંબંધિત દ્રશ્ય જેમ કે રામ-સુગ્રીવ મિત્રતા, બાલીનો વધ, શિવ તાંડવ અને સામાન્ય જીવનથી સંબંધિત એક બાળકની સાથે સ્ત્રી અને પુરુષ તેમજ દંડધારી પુરુષ અંકિત છે. લક્ષ્મણેશ્વર મહાદેવના આ મંદિરમાં શ્રાવણમાસમાં શ્રાવણી અને મહાશિવરાત્રિમાં મેળો લાગે છે.