આ વ્યક્તિને નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમમાં મળ્યું છે ખાસ આમંત્રણ- જાણો કોણ છે તે વ્યક્તિ?

185
Published on: 1:44 pm, Sat, 18 June 22

પાવાગઢમાં આજે વડાપ્રધાન પહોંચ્યા છે. તેમાં પાવાગઢમાં માતા કાલિકાના PM મોદીએ દર્શન કર્યા તેમજ પાવાગઢમાં મહાકાળી માતાના PM મોદીએ આશીર્વાદ લીધા છે. મહત્વની વાત તો એ છે કે 500 વર્ષ બાદ માતાના મંદિર પર ધ્વજા ચઢાવવામાં આવી છે.

થોડીવારમાં જ પીએમ મોદી વડોદરા પહોંચી જશે. પ્રધાનમંત્રી આજે વડોદરામાં કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ જનતાને આપશે. ત્યારે આ પ્રસંગે અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ એક ખાસ વ્યક્તિને આમત્રણ આપ્યું છે.

એ છે નરેન્દ્ર મોદી સાથે RSSમાં રહેલા ડો.ભોગીભાઈ પટેલ. મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા ડો.ભોગીભાઈ પટેલને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. 1979 માં આર.એસ.એસ પ્રચારક તરીકે નરેન્દ્ર મોદી સાથે ડો ભોગીભાઈએ વડોદરા, સુરત, ભરૂચ, જામનગર, સોજીત્રા, પેટલાદ, વેરાવળ, ઝનોરમાં કામ કર્યું હતું.

1 જુલાઈ 1965 માં આર.એસ.એસ માં જોડાનાર ડો ભોગીભાઈની તત્કાલીન પીએમ મોદી સાથે અનેક જુની યાદો છે. 1975માં કટોકટી સમયે તેઓ 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યા હતા. તેઓ વડોદરા અને અમદાવાદની જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત દિપક પંડ્યા પણ હાજર રહેશે, જેઓ 2013થી પી.એ તરીકે નરેન્દ્ર મોદી સાથે કામ કરતા હતા.

લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મા મહાકાળીના ચરણોમાં બેસીને આશીર્વાદ મેળવ્યા છે. સપનું જ્યારે સંકલ્પ બને અને સંકલ્પ જ્યારે સિદ્ધિ બને ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. માતા હીરાબાના આશીર્વાદ લઇને વડાપ્રધાન મોદી પાવાગઢ પહોંચ્યા હતા. અહી તેઓએ મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કર્યું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…