
કોઈપણ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવામાં મસાલાઓનો ખૂબ ફાળો હોય છે. કુદરતી રીતે ઉપલબ્ધ મસાલા જેવા કે મીઠું, ધાણા પાવડર, મરચું, કાળા મરી,જીરું વગેરે આપણા ખોરાકનો સ્વાદ વધારે છે.પરંતુ, ખાસ રીતે બનાવેલા મસાલા જેમ કે અજમો અને ડુંગળી મીઠું જેવા મસાલા મીઠાના સ્વાદને જુદા જુદા સ્તરે લઈ જાય છે.
લસણમાંથી બનાવેલું મીઠું પણ આ મસાલાઓમાંનો એક છે. લસણ મીઠું સામાન્ય મીઠાની જેમ વાપરી શકાય છે અથવા વાનગીની સુશોભન માટે ભભરવામાં આવે છે. ચાલો જાણીએ કે ઘરે લસણનું મીઠું કેવી રીતે બનાવવું અને તેના સ્વાસ્થ્ય ફાયદા વિષે.
લસણ મીઠું બનાવવાની રીત
લસણ મીઠાને સાધારણ મીઠા અને લસણ પાઉડરની સાથે ભેળવીને બનાવવામાં આવે છે. આ મીઠાને બનાવવા માટે ત્રીજો ભાગ મીઠાનો એક ભાગ લસણના પાઉડરને એક સાથે ભેળવો. હવે તેને મીક્સરમાં નાખી મીક્સ કરો. ત્યાર બાદ એક કલાક માટે 170 ડિગ્રી સેન્ટિગ્રેડ પર તેને બેક કરો. મીઠા ની બનાવટ લાવવા માટે એકવાર ફરી મિક્સરમાં પીસી લો ત્યાર બાદ તૈયાર થઈ જશે તમારું લસણ મીઠું.
લસણ ના મીઠા થી શરીર ને મળતા લાભો
લસણ મીઠું એક વાઝોડેલેટ ના રૂપે કામ કરે છે જે બ્લડપ્રેશરને સારૂ બનાવવા માટે નસોને ખોલે છે. આ મીઠાના ઉપયોગથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.આ મીઠાનો ઉપયોગ કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદાકારક હોય છે કારણ કે આ મીઠાંનો ઉપયોગ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછુ થઈ જાય છે.
ઈન્સુલિન માત્રા બુસ્ટ કરવાથી લસણ મીઠું ડાયાબિટીઝના રોગિયો માટે પણ ફાયદાકારક છે.લસણ મીઠા ને તમે પીઝા,પાસ્તા,સલાડ અને પોપકોર્ન વગેરે ચીજવસ્તુઓ માં નાખી ને ખાઈ શકો છો.