
આજના ટેકનોલોજીયુક્ત સમયમાં મોટાભાગના લોકો મોબાઇલ તેમજ કોમ્પ્યુટર જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરતા થયા છે ત્યારે એકંદરપણે મોબાઇલ તથા કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી ઘણીવાર આંખોમાં નબળાઈ તેમજ આંખોમાં જલન થતી હોય છે.
આંખોમાં નંબર આવવાની સમસ્યા પપેદા થતી હોય છે. આજના સમયમાં તમામ લોકોની આંખોમાં નંબર જોવા મળતા હોય છે તેમજ તેના લીધે આપણને કેટલીક પરેશાની થઇ રહી છે. ઘણીવાર તો નાની-મોટી સમસ્યાઓ આવ્યા કરે છે. થોડા દિવસ દુખે છે તેમજ બાદમાં તરત જ મટી જાય છે.
આજે અમે આપને એક એવા દેશી ઉપાય અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનું સવાર તથા સાંજે સેવન કરવાથી આંખને લગતી કોઇપણ સમસ્યા દુર થઈ જશે. જો આંખમાં નંબર હોય તો પણ તેને થોડા દિવસ માટે ઉપયોગ કરવાથી નંબર જતા રહેશે તેમજ આંખમાં નંબર નહીં હોય તો ક્યારેય આવશે પણ નહિ. આવો જાણીએ આ ઉપયોગી માહિતી વિશે.
આંખનાં નંબર દૂર કરવા માટે 50 ગ્રામ બદામ તથા વરિયાળી,સાકર લઈને એનો મિશ્રિત પાવડર કરી નાંખવો. આ પાઉડરને દરરોજ સવારમાં દેશી ગાયના દૂધમાં 1 ચમચી પાઉડર લેવાથી ખુબ જ લાભ થાય છે. આ ચૂર્ણને ગાયના દૂધમાં નાખીને બરાબર હલાવીને સવારે વાસી મોઢે એટલે કે બ્રશ કર્યા પહેલા લેવાનું રહેશે.
સવાર-સાંજે આ દૂધ તથા આ ચૂર્ણનું સેવન કરવાનું રહેશે. જે લોકોને નંબર હોય એવા લોકોને ધીરે-ધીરે ઓછા થઇ જશે તેમજ જે કોઈપણ વ્યક્તિને આંખમાં નંબરની સમસ્યા નથી એમને ક્યારેય આ વસ્તુ સેવન કરવાથી નંબર આવશે નહીં તેમજ આખો હંમેશા માટે તંદુરસ્ત રહેશે.
જો આ ઉપાય કાયમ માટે કરવામાં આવે તો ક્યારેય તમને આંખના નંબર આવશે નહીં. આની ઉપરાંત આંખ તેજસ્વી બનશે તેમજ આંખમાં ક્યારેય પણ બળતરા થશે નહીં. મોબાઇલ તથા કોમ્પ્યુટરનો ઉપયોગ વધતા જતા આંખોને અતિશય નુકશાન થતું હોય છે.
ઘણીવાર મોબાઇલ તથા કોમ્પ્યુટર જોવાને લીધે આંખોમાંથી પાણી નિકળવાની સમસ્યા પણ થતી હોય છે. કારણ કે, મોબાઇલ તથા કોમ્પ્યુટર સ્ક્રીન પર અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળતાં હોય છે કે, જે આંખને ખૂબ જ નુકસાન પહોંચાડેતું હોય છે. આની ઉપરાંત આંખની રોશની વધારવા સરસવનું તેલ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
આની ઉપરાંત આ તેલથી માથામાં મસાજ કરવાથી પણ આંખની રોશનીમાં વધારો થાય છે. અડધી ચમચી માખણમાં 5 જેટલા કાળા મરી પાવડર તેમજ અડધી ચમચી સાકર ભેળવીને સવારમાં ખાલી પેટે લેવું જોઈએ. બાદમાં નાળિયેરને ચાવી ચાવીને ખાવું તેમજ વરિયાળી ખાવી જોઈએ.
બાદમાં 2 કલાક સુધી કોઈપણ પ્રવાહીનું સેવન કરવું જોઈએ નહીં. આમ, કરવાથી આંખની બળતરા તેમજ આંખમાં દુખાવો કાયમ માટે દૂર થઈ જશે. આમ, આ ઉપાયનું જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો આપને ખુબ જ ફાયદો થશે તેમજ આપના નંબર પણ દુર થઈ જશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…