જાણો કેમ લગ્ન પછી જ વધે છે શરીરનો મોટાપો? દરેક લોકોએ ખાસ એકવાર વાંચવો જોઈએ આ લેખ

Published on: 11:08 am, Wed, 1 September 21

લગ્ન કર્યાં પહેલાં યુવતીઓ સુડોળ શરીર માટે કેટલીક સાવચેતી રાખવી પડતી હોય છે. ઘણીવાર તેઓ કસરત કરતાં હોય છે તો ઘણીવાર  જોગિંગ કરતાં હોય છે પરંતુ લગ્ન કર્યાં બાદ મોટાભાગની મહિલાઓ બેદરકાર બની જતી હોય છે. જેથી સ્થૂળ શરીર કરતાં સુડોળ શરીરથી તમામ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કરવો. લગ્ન કર્યાં બાદ અથવા એક બાળકની માતા બન્યા બાદ કેટલીક સ્ત્રીઓના વજનમાં વધારો થવા લાગે છે તથા શરીર સ્થૂળ બની જતું ઓય છે.

અમુક સ્ત્રીઓ તો લગ્ન કર્યાંનાં થોેડાં જ વર્ષોમાં પોતાનું આકર્ષણ ગુમાવી બેસતી હોય છે. જો સ્ત્રીઓ લગ્ન કર્યાં બાદ અથવા તો માતા બન્યા બાદ થોડી સાવચેતી રાખે તો સ્વસ્થ અને આકર્ષક રહી શકે છે. લગ્ન થતાંની સાથે જ પોતાની કલ્પના સાકાર થતી  જોઈને તેઓ ખુશ થઈ જાય છે તેમજ ખુશીમાં ભોજન તથા વ્યાયામ પ્રત્યે બેદરકાર બની જતી હોય છે. દિયર, નણંદ, સાસુ-સસરા તથા પતિના આગ્રહ અને પ્રેમને લીધે ભોજન કરવા લાગે છે.

વ્યાયામ તેમજ મહેનત ખુબ ઓછા થઈ જાય છે અથવા તો બંધ કરી દે છે, જેને લીધે વજનમાં વધારો થાય તે સ્વાભાવિક છે. સાસરિયામાં પોતાની રાંધણકલાના પ્રયોગ કરવા માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને પતિ તેમજ ઘરના સભ્યોને ખવડાવે છે, પોતે પણ ખાય છે તેમજ સ્થૂળતાને આમંત્રણ આપે છે. લગ્ન કર્યાં બાદ શારીરીક તથા માનસિક શાંતિ, આરામ, ખુશી, હૂંફ અને સંતોષ મળવાને લીધે સ્ત્રીઓના શરીરમાં હોર્મોન સ્ત્રાવમાં પણ બદલાવ આવી જતો હોય છે.

તેથી કેટલીક સ્ત્રીઓનું શરીર બેડોળ બની જતું હોય છે તો કેટલીક મહિલાઓ સ્થૂળ બની જતી હોય છે. નવી પરણીને આવેલ વહુ પાસે કામ ખુબ ઓછું કરાવવામાં આવે છે. બીજું કારણ તો એ છે કે, તેને કેટલાંક સંબંધીઓને ત્યાં જમવા માટે જવું પડતું હોય છે.  ત્યાં તેને આગ્રહપૂર્વક ચરબીવાળું ભોજન ખવડાવવામાં આવે છે, આને પરિણામે  આસાનીથી સ્થૂળતાને આમંત્રણ આપે છે.

વ્યાયામ ક્યાં અને કેવી રીતે કરવો તેનાં ચક્કરમાં સમય પસાર થઈ જાય છે. જેને પરિણામે તેની સ્થૂળતામાં વધારો થવાં લાગે છે તેમજ જ્યારે વ્યાયામ કરી શકવાની પરિસ્થિતિ હોય ત્યારે સગર્ભા બની જતી હોય છે. આ પરિસ્થિતિમાં વ્યાયામ અને ડાયેટિંગ કશું જ શક્ય નથી હોતું. લગ્ન કર્યાં બાદ વધતુ જતું  વજન તથા સ્થૂળ કાયા એ સ્ત્રીઓની સામાન્ય સમસ્યા છે.

લગ્ન કર્યાં પહેલાં યુવતી ફિગર આકર્ષક બનાવી રાખવા પાછળ ખૂબ પ્રયત્નશીલ હોય છે. સુંદર  શરીરની જેટલી જરૂર લગ્ન કર્યાં પહેલાં હોય છે, તેટલી જ લગ્ન કર્યાં બાદ હોય છે.  લગ્ન અને પ્રસૂતિ પછી સ્થૂળતામાં વધારો ન થાય તેની માટે ખુબ  જરૂરી છે કે, તે ભોજન કરે પણ આની સાથે જ કેલરીનું પણ ધ્યાન રાખે, નિયમિત વ્યાયામ કરવાનું ટાળે નહીં. પ્રસૂતિ પહેલાં તેમજ ત્યારપછી હળવો વ્યાયામ કરતી રહે, સવાર-સાંજ ફરવા જવાનું રાખે તેમજ ઘરનાં કામ કરવાનું ચાલુ રાખે.

લગ્ન કર્યાં બાદ પણ અથવા પ્રસૂતિ પછી વજન અને સ્થૂળતા પર ધ્યાન આપવું. જો આ સમય દરમિયાન વજન અથવા તો સ્થૂળતામાં વધારો થાય તો તેને ઘટાડવાનું મુશ્કેલ બની જશે. જેથી વજન પર બરાબર નિયંત્રણ રાખવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…