આ વ્યક્તિએ થાંભલે ચડવા માટે અપનાવ્યો એવો એનોખો જુગાડ કે.., મોટામોટા એન્જિનિયરો પણ થઇ જશે ફેલ- જુઓ વાઈરલ વિડીયો

133
Published on: 4:20 pm, Thu, 21 October 21

ભારતના લોકો જુગાડમાં સૌથી પહેલા હોય છે. સોશિયલ મીડિયા પર દેશી જુગાડના રમુજી અને આશ્ચર્યજનક વીડિયો વાયરલ થતા હોય છે. જો જુગાડ ન હોય તો કદાચ ભારતીયોના અડધાથી વધુ કામ થઇ શકે તેમ નથી. કારણ કે, જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે છે, ત્યારે લોકો હંમેશા જુગાડ દ્વારા તે કાર્યને સરળ અને શક્ય બનાવવા માટેના પ્રયત્ન કરતા હોય છે.

તે દરમિયાન, સોશિયલ મીડિયા પર હવે આવા જુગાડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી લોકોએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી ભારતની બહાર જવી ન જોઈએ. TwitterDoctorAjayita નામના યુઝરે વાયરલ થઈ રહેલો આ જુગાડ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

આ વિડીયોમાં અત્યાર સુધીમાં 49 હજારથી વધુ લોકોએ જોઇને લાઈક કર્યો છે. સાથે સાથે, લોકો વિડિયો પર તેમની ઘણી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. દરેક લોકોને આ જુગાડ ટેકનોલોજી જોઈને આશ્ચર્ય થાય છે. લોકો વિચારી રહ્યા છે કે, આવું મગજ લોકોમાં ક્યાંથી આવે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લોખંડના સળિયાથી એક ખાસ પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને તેને જાડા રબરના ચપ્પલ નીચે ફીટ કરવામાં આવ્યું છે. એક વ્યક્તિ તેના ચંપલ ઉતારે છે અને આ ખાસ ચંપલ પહેરે છે. ત્યારબાદ આ વ્યક્તિ કોઈ પણ સીડી અથવા દોરડાની મદદ વગર સરળતાથી થાંભલા પર ચડતો નજરે ચડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…