શરીરે વિકલાંગ હોવા છતાં, આ વ્યક્તિ છ-છ વાર ચડી ગયો છે ગીરના

Published on: 1:22 pm, Sun, 5 December 21

આજે આપણે એક એવા વિકલાંગ વ્યક્તિની વાત કરવાના છીએ જે વ્યક્તિ વિકલાંગ હોવા છતાં પણ એક વાર નહિ પરંતુ બે બે વાર ગિરનાર પર્વત ચડ્યા છે. જેમનો પરિચય જાણી તમે પણ કહેશો ખરેખર આ ભાઈની તો વાત જ કઈ અલગ છે. આ યુવાન, જેઓ શરીરથી 80 ટકા વિકલાંગ છે અને તે રાજકોટના રહેવાસી છે. અને આ વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી તેના મૂળ વતન અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામમાં રહે છે.

જયારે આપણને ખબર જ છે કે ગુજરાતનો સૌથી ઉંચો પર્વત એટલે ગિરનાર તેમણે ચડ્યો છે. આ પર્વત તેમણે 1 કે 2 વાર નહિ પરંતુ છ વખત આ પર્વત ચડ્યા છે. તેમને વર્ષ 2018માં ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ પણ આપવામાં આવ્યો હતો. કહેવાય છે કે સામાન્ય લોકો માટે આ પર્વત ચડવો સામાન્ય વાત છે પરંતુ શરીરથી 80 ટકા વિકલાંગ વ્યક્તિ માટે આ સપનામાં વિચારવા જેવું છે. ખરેખર આવી વિચારધારા ધરાવતો વ્યક્તિ કોઈ સમાન્ય વ્યક્તિ જોઈ જ ના શકે.

તેઓએ શિક્ષણ પૂર્ણ કર્યા પછી વેબ ડિઝાઇનીંગના વ્યવસાયમાં જોડાયા પછી તેઓ પોતાના પગ ભર થયા હતા. તેઓ પોતે વિકલાંગ છે તે ભૂલીને હમેશા ખૂશ રહે છે. વધુમાં જાણવા મળ્યું છે કે વિપુલભાઈ મિત્રો અને સગા-સંબંધીઓ સાથે 14 ડિસેમ્બરના રોજ સાતમી વખત ગિરનાર ચડવા જઇ રહ્યા છે. આટલું જ નહિ પરંતુ વિપુલભાઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા તમામ બાળકોને દર મહિને ભોજન કરાવે છે.

તે પરથી કહી શકાય આજના સમયમાં કઈપણ કરવું અશક્ય નથી. જો સાચા મનથી નિર્ણય કરીને મહેનત કરવામાં આવે તો મોટામાં મોટા કાર્યમાં સફળતા મળી શકે છે. વિપુલભાઇ જણાવતા કહે છે કે, ‘મારુ મન એકદમ મક્કમ અને મનોબળ છે.’ ખરેખર આજના મોર્ડન યુગમાં આવી વિચારધારાની ખુબ જ જરૂર છે, કારણ કે ‘આજના સમયમાં વ્યક્તિને થોડી નિષ્ફળતા મળે તો તે વ્યક્તિ નિરાશ થઇ ને હિંમત હારી જાય છે પરંતુ તે વ્યક્તિ એમ નથી વિચારતો કે, હજુ પણ કઈ બગડ્યું નથી.’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…