
હાલમાં લોકો સારો અભ્યાસ કરીને સારી નોકરી મેળવવા માંગતા હોય છે. પરંતુ આજે ભોપાલમાં રહેતા પ્રતીક શર્માએ આ કરવાને બદલે તેને કઈક અલગ જ કરવાનું વિચારીયું હતું. 2006 માં પ્રતીકે પૂણેથી એમબીએ પૂરું કર્યું હતું. ત્યારપછી પ્રતીકે ખાનગી બેંકમાંથી નોકરીની ઓફર મળ્યા બાદ તેને ઓફર સ્વીકારીને બેંકમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
જે રીતે તે બેન્કમાં કામ કરતો હતો તે જોઈને તેને થોડાક જ સમયમાં પ્રતીકને પ્રોડક્ટ મેનેજરના પદ પર મોકલવામાં આવ્યો હતો. પ્રતીકનું પેકેજ સાડા પંદર લાખનું હતું, પણ પ્રતીક આ કામથી ખુશ ન હતો. એટલા માટે તેને કંઈક અલગ કામ કરવાનું વિચાર્યું હતું, જેનાથી તેને સંતોષ મળે એટલે પ્રતીકે નોકરી છોડી દીધી અને ખેતી કામ શરૂ કર્યું હતું.
રાસાયણિક ખેતીમાં પ્રતીકને નુકસાન થયું હતું એટલે તેને ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી. પ્રતીક શર્માએ ખેતીનો શોખ પૂરો કરવા માટે બેંકમાં પ્રોડક્ટ મેનેજરની નોકરી છોડી હતી. તેમાં પ્રતીકને 15.5 લાખ રૂપિયાનું પેકેજ હતું. તો પણ પ્રતીકે મેનેજરની નોકરી છોડીને ખેતી શરૂ કરી હતી.
સાડા પાંચ એકર જમીન પ્રતીક પાસે હતી. એટલે પ્રતીક આજે ઓર્ગેનિક ખેતી કરીને દર વર્ષે એકર દીઠ દોઢ લાખ રૂપિયા કમાય રહ્યો છે. અને તેની સાથે 100 થી પણ વધારે ખેડૂતો ખેતીમાં કામ કરી રહ્યા છે. આથી પ્રતીકે વિચાર્યું છે કે, આગામી બે વર્ષમાં ઓર્ગેનિક ખેતી કરીને પ્રતીક તેની આવક વધારે કરવા માંગે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…