દરરોજ ગાય માતાને મળવા આવે છે આ દીપડો- કુદરતનો આ કરિશ્મા કોઈ ચમત્કારથી ઓછો નથી

112
Published on: 5:34 pm, Mon, 18 October 21

તમે અવારનવાર એવું સાંભળીયુ હશે કે, એક દીપડો એક ગામડામા પ્રવેશી ગયો છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો અને ત્યાંના પશુઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. પરંતુ, તમે ભાગ્યે જ એવું સાંભળીયું હશે કે, એક દીપડાએ ગાયને માતાની જેમ પ્રેમ કર્યો હોય. એટલું જ નહીં, દીપડો તેની માતાને નિયમિત મળવા પણ આવતો હોય. આ ઘટના ખોટી નથી પણ સત્ય છે.

હાલ સોશિયલ મીડિયા પર એક એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેમા એક દીપડો ગાયની સાથે જોવા મળે છે. ગાય દીપડા સાથે એવી રીતે બેઠો છે કે, જાણે તે પોતાનો જ વાછરડો હોય. સોશિયલ મીડિયા સાઇટ ટવીટર પર આઈ.એફ.એસ. અધિકારી સુશાંત નંદા નામના ટવીટર એકાઉન્ટનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં જોઈ શકો છો કે, જેમા એક દિપડો અને ગાય એકસાથે બેઠા છે. બંને બાંધવાને જગ્યાએ શાંતિથી બેઠેલા જોવા મળે છે.

આ ફોટાને શેયર કરનાર નંદાના જણાવ્યા અનુસાર, શિકાર અને શિકારી બંને એકબીજાને ભેટી રહ્યા છે. ગામજનોના જણાવ્યા અનુસાર, દરોરજ રાત્રે એક દીપડો ગાયને મળવા માટે આવતો હતો. એટલું જ નહીં, આ દીપડાને ગાય તેના બાળકની જેમ વહાલ કરતી હતી. આ ટવીટમા તેણે સ્પષ્ટ જણાવ્યું છે કે, ખૂબ જ જૂનો આ ફોટો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…