એક ભૂલના કારણે પરિવારના દરેક સભ્યો ઊંઘમાં જ મૃત્યુ પામ્યા- સમગ્ર ઘટના જાણી હચમચી જશો

168
Published on: 6:27 pm, Wed, 15 September 21

હાલમાં ઉત્તર ભારતથી લઈને રાજસ્થાન અને અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ઠંડીને લીધે ધુમ્મસનો કહેર ચાલુ રહ્યો છે. પંજાબ અને હરિયાણામાં, ઘણા લોકો ઘણી વાર દેશી જુગાડ એટલે કે રૂમમાં તાપણી અને દરવાજા બંધ કરીને સૂતા હોય છે. પરંતુ, તેઓ જાણતા નથી કે તેનાથી તેમનો જીવ પણ જઈ શકે છે. કારણ કે, હરિયાણાના ફરીદાબાદમાંથી આવી જ એક દુ:ખદ ઘટના સામે આવી છે.

અહી રૂમમાં સગડી સળગાવી એક આખો પરિવાર સૂઈ ગયો હતો. જેથી ગૂંગળામણને કારણે તેમનું મોત નીપજ્યું હતું. ખરેખર, બુધવારે સવારે ફરીદાબાદના સેક્ટર-58માંથી આ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અમન તેની પત્ની પ્રિયા અને 6 વર્ષના પુત્ર માનવ સાથે અહીં રહેતા હતા. ઠંડીના કારણે મંગળવારે રાત્રે તે રૂમમાં તાપણી સળગાવીને સૂઈ ગયા હતા.

પરંતુ, ઓરડો સંપૂર્ણ બંધ હોવાથી ઘૂંઘળામણને કારણે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે સવારે ખૂબ મોડું થઇ ગયા પછી પણ અમનના ઓરડામાંથી કોઈ હલચલ થઈ નહી, ત્યારે મકાનમાલિક સુકેશે દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ, ન તો દરવાજો ખોલ્યો કે ન કોઈ અવાજ આવ્યો. બાદમાં તેમણે બારી તરફ જોયુ તો આખા રૂમમાં ધુમાડો દેખાયો હતો.

જેથી તે સમજી ગયો અને આસપાસના લોકોને બુમો પાડવા લાગ્યો. આ પછી સુકેશે પોલીસને માહિતી આપી હતી અને સ્થળ ઉપર બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસની મદદથી દરવાજો તોડવામાં આવ્યો. ત્રણેયના મૃતદેહ પલંગ પર પડી હતી. મકાનમાલિક સુકેશે જણાવ્યું કે, અમન મૂળ બિહારના લખીસરાયનો હતો. તે અહીં સેક્ટર-24માં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

પોલીસ દ્વારા માહિતી આપીને બિહારમાં મૃતકના પરિવારજનોને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. તે જ સમયે, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. પંજાબ અને હરિયાણામાં દર વર્ષે આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ, હજી પણ લોકો તેમની પાસેથી કોઈ પાઠ નથી શીખતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…