બાબરા ભૂતે એક જ રાતમાં બાંધ્યું હતું આ મુનસર તળાવ – જાણો શું છે તેનો સમગ્ર ઈતિહાસ

81
Published on: 2:01 pm, Mon, 20 June 22

ઘણા બધા મંદિરો તેમજ તળાવો રહસ્મય હોય છે. જેની લોકોને કઈ ખબર હોતી નથી કે આ કોના દ્વારા બાંધવામાં આવ્યું છે વગેરે.. આ લેખમાં આજે અમે તમને એવા જ એક તળાવ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. વિરમગામમાં આવેલ સુપ્રસિદ્ધ તળાવ જેને માનસરોવર અથવા મૂનસરોવર નામથી ઓળખવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર, મૂનસર તળાવ 11મી સદીના અંતમાં સિદ્ધરાજ જયસિંહના માતૃશ્રી મીનળદેવી જયારે ભગવાન શ્રી દ્વારકાધીશના યાત્રાએ જતા હતા ત્યારે રસ્તામાં વિરમગામમાં રોકાયા હતા અને મિનળદેવીએ જોયું કે, દુષ્કાળના કારણે વિરમ ગામના લોકોને પાણીની ખુબ જ મુશ્કેલી પડતી હતી. આથી તેઓએ વિરમગામમાં રહીને પોતાના પુત્ર મહારાજ સિદ્ધરાજ જયસિંહને સંદેશો મોકલ્યો કે વિરમગામમાં એક વિશાળ સરોવર બનાવો. ત્યારપછી આ મુનસર તળાવનું નિર્માણ સિદ્ધરાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તળાવની ફરતે લગભગ 285 જેટલા નાના નાના મંદિરો આવેલા છે. તેમજ દરેક મંદિરમાં પહેલા શિવલિંગ હતી, જે હાલ નથી. હાલ આ બધા મંદિરો જર્જરિત હાલતમાં છે. અહીં એવી પણ એક માન્યતા છે કે જો કોઈ એક મંદિરમાં ઘંટડી વગાડવામાં આવે તો એક સાથે 285 મંદિરમાં ઘંટડીઓ વાગે છે. અહીં ખુબ જ સરસ કલાકૃતિઓ પણ બનાવવામાં આવેલી છે.

એક માન્યતા પ્રમાણે સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂતને સિદ્ધ કર્યું હતું અને તે બાબતે બાબરા ભૂતે એક જ રાતમાં આ તળાવનું નિર્માણ કર્યું હતું. સુપ્રસિદ્ધ મુનસર તળાવની આસપાસ સોલંકી કાળની સ્થાપના શૈલીમાં પથ્થરથી બનેલા 285 દેરાઓ આવેલા છે અને પુરાતત્વ વિભાગ દ્વારા આ તળાવ સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ તળાવમાં એક સમયે પાણી આવે અને પાણીનો નિકાલ થાય તેની પણ સુવિધા કરવામાં આવી છે.

અહીં તળાવની ફરતે આવેલા દરેક મંદિર પહેલા શિખર બદ્ધ હતા અને તેમાં દરેક મંદિરોમાં એક હોલ પાડવામાં આવ્યો હતો. અને એક દોરી વડે કે તાર વડે દરેક મંદિરને એકબીજા સાથે જોડવામાં આવ્યા હતા. અને જયારે પણ આરતી થાય ત્યારે એક જ મંદિરમાંથી દોરી ખેંચવાથી તે દરેક મંદીરમાં ઘંટડી વાગે તેવી રીતે જોડવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…